ટીવી કલાકારો ભાઈ-બહેન સાથે રક્ષાબંધનની ઉજવણી વિશે વાત કરે છે!
આપણા અસલ સાથી તરીકે શરૂઆત અને પછી વિશ્વાસુ અને આખરમાં રક્ષક સુધી ભાઈ- બહેન અજોડ અને વિશેષ ભૂમિકા ભજવે છે. ભાઈઓ અને બહેનો વચ્ચે અનન્ય જોડાણ વાર્ષિક ઉજવણી રક્ષાબંધન છે.
આ દિવસને ધ્યાનમાં રાખીને કલાકારો તેમના નિકટવર્તી ભાઈ- બહેન સાથે સંબંધ અને આ વર્ષે ઉજવણી કરવા માટે તેમના નિયોજનની રોમાંચક રીત વિશે મજેદાર વાતો કરે છે. આમાં દૂસરી માનાં આયુધ ભાનુશાલી (કૃષ્ણા) અને નેહા જોશી (યશોદા), હગીતાંજલી મિશ્રા (હપ્પુ કી ઉલટન પલટનની રાજેશ) અને વિદિશા શ્રીવાસ્તવ (ભાભીજી ઘર પર હૈની અનિતા ભાભી)નો સમાવેશ થાય છે.
દૂસરી માની નેહા જોશી ઉર્ફે યશોદા કહે છે, “દર વર્ષે મારો ભાઈ અને હું ઉત્સુકતાથી ભરપૂર રોમાંચ સાથે આ તહેવારની ઉજવણી કરીએ છીએ. હું મારા મોટા ભાઈના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરું છું અને આ વિશેષ દિવસે હું એ વાતની ખાતરી રાખું છું કે તેને કેટલો પ્રેમ કરું છું તે એ જાણે.
અમારી પરંપરાનું પાલન કરતાં હું તેને બેસાડવા માટે જમીન પર ચોરસ બનાવું છું, તેના કપાળે તિલક કરું છું, આરતી કરું છું અને તે પછી અમારી ફેવરીટ મીઠાઈઓ અમે આરોગીએ છીએ. સૌથી મજાની વાત પૂજા પછી ભેટની આપલે કરીએ તે હોય છે. આ વર્ષે જયપુરમાં દૂસરી મા માટે શૂટિંગમાં છું, જેથી રક્ષાબંધન પર તેને રૂબરૂ મળી શકવાની નથી.
જોકે મેં કુરિયરથી રાખી મોકલી છે. તેની પાસેથી વધુ એક સુંદર ભેટ મળશે એવી આશા છે (હસે છે). ઉંમરમાં અંતર છતાં અમારું જોડાણ ઉષ્માભર્યું અને મૈત્રીપૂર્ણ છે. મારો જન્મ થયો ત્યારે તેને રમવા માટે ભાઈ જોઈતો હતો અને હું તેને માટે તે પ્રકારનો ભાઈ બની હતી તે યાદ આવતાં અમે આજે પણ હસી પડીએ છીએ. તેનો આધાર મારી દુનિયા છે અને તેના પ્રોત્સાહનની હું ખૂબ ખૂબ આભારી છું.”
હપ્પુ કી ઉલટન પલટનની રાજેશ ઉર્ફે ગીતાંજલી મિશ્રા કહે છે, “દરેક રક્ષાબંધન પર મારો પ્રિય કઝિન રાજકુમાર મારા ઘરે આવે છે અને હું તેના કાંડા પર વિશેષ ધાગો બાંધું છું. તે મોટા ભાઈ જેવો છે. મને સલાહ જોઈતી હોય ત્યારે હું તેની પાસે જાઉં છું અને મારી લાગણીઓ તેની સામે વ્યક્ત કરું છું.
મારા જીવનમાં તેની હાજરીથી હું ગદગદ છું. આ વર્ષે હું તેને ફરીથી મળવા માટે ઉત્સુક છું. હું તેને તેની ફેવરીટ મીઠી વાનગી સૂજી કી ખીર આપવાની છું. ખીર બનાવવાની પરંપરા બની ચૂકી છું અને સામે તે મને ભરપૂર ચોકલેટ ખાવા માટે આપે છે. અમને બંનેને મીઠાઈઓ ભાવે છે, જેથી અમારી પરંપરા વધુ આનંદિત બને છે.
આટલું જ નહીં, તેના પ્રેમના પ્રતિકરૂપે તે મને સુંદર સાડીઓ અથવા કુરતા સાથે સરપ્રાઈઝ આપે છે. આ વખતે તે મને શું આપશે તે જાણવાની ઉત્સુકતા છે. તેની વિચારપૂર્વકની ભેટ હંમેશાં મને સ્પર્શી જાય છે. હું ખુશી, સમજદારી અને નિરંતર પ્રેમભાવથી અમારો સંબંધ મજબૂત બની રહે તે માટે પ્રાર્થના કરું છું.”
ભાભીજી ઘર પર હૈની અનિતા ભાભી ઉર્ફે વિદિશા શ્રીવાસ્તવ કહે છે, “અમારા પરિવારમાં આ તહેવાર હંમેશાં મહત્ત્વપૂર્ણ રહ્યો છે. ઘરે અમારી રક્ષાબંધનની ઉજવણી એટલે અતુલનીય સ્વાદિષ્ટ ખાવાનું, મોંમાંથી પાણી લાવનારા સ્ટાર્ટર્સથી લઈને મારી માતા દ્વારા બનાવવામાં આવતા ડેઝર્ટનો રસથાળ હોય છે.
મારા વ્યસ્ત શિડ્યુલ અને મારો ભાઈ આ વખતે પ્રવાસમાં હોવાથી અમે ઓનલાઈન તહેવાર ઊજવીશું. મેં તેને નાની ભેટ સાથે મારી પસંદ કરેલી રાખી મોકલી દીધી છે. મને ખાતરી છે કે તેને તે ગમશે. તે હંમેશાં મારું બહુ ધ્યાન રાખે છે અને અમુક વાર બોસ જેવું વર્તન પણ કરે છે (હસે છે).
તે બધી જ બાબતમાં મારો આધાર છે. દજોકે આ વખતે તે મારી સાથે નથી, પરંતુ અમારું બંધન મજબૂત છે અને તેથી પ્રત્યક્ષ હાજરી નહીં હોવા છતાં તે બંધન અકબંધ રહેશે. આગામી સમયે અમે મળીશું ત્યારે તેને સરભર કરી લઈશું. દરમિયાન દરેકને રક્ષાબંધનની શુભકામના,”
દૂસરી માનો આયુધ ભાનુશાલી ઉર્ફે કૃષ્ણા કહે છે, “મારી બહેન સ્મૃતિ મારી દુનિયા છે. તેને માટે મારો પ્રેમ અસીમિત છે. તે મોટી હોવા છતાં અમુક વાર હું મજાક કરું ત્યારે તે મારી પર ખીજાય છે, પરંતુ મોજમસ્તી કરવાના મૂડમાં હોઈએ ત્યારે તે મારી પાર્ટનર-ઈન-ક્રાઈમ પણ બને છે.
દર વર્ષની જેમ અમે આ દિવસે પરિવારની ઉજવણીનો હિસ્સો બનીશું. મેં વિશેષ ભેટ લઈ રાખી છે, જે તેને ગમશે એવી આશા છે. અમારી માટે અમારી સર્વકાલીન ફેવરીટ ડિશ બનાવશે. દરેક રક્ષાબંધન પર તે મને અજોડ રાખીનું સરપ્રાઈઝ આપે છે, જે મારા મિત્રોને દેખાડીને વટ પાડું છું. આથી જ આ વખતે તેણે મારે માટે કેવી રાખી બનાવી છે તે જોવાની ઉત્સુકતા છે.”