Western Times News

Gujarati News

૧૯૯૭માં આવ્યો હતો ટીવી શૉ જય હનુમાન

મુંબઈ, પ્રખ્યાત અભિનેતા અને નિર્દેશક સંજય ખાને વર્ષ ૧૯૯૭માં જય હનુમાન શો બનાવ્યો હતો. આ શોને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો અને તેના વિશેની ઘણી બાબતો ખાસ હતી. જેમાં ઈરફાન ખાન, રવિ કિશન, ઉપાસનાથી લઈને રાજ પ્રેમી જેવા ઘણાં પ્રખ્યાત કલાકારોએ કામ કર્યું હતું. સંજય ખાને જય હનુમાન સિરિયલનું દિગ્દર્શન અને નિર્માણ પણ કર્યું હતું.

તેમણે આ શોમાં હનુમાનના રોલ માટે એક્ટર રાજ પ્રેમીને પસંદ કર્યો હતો. જય હનુમાન સિરિયલ વર્ષ ૧૯૯૭થી ૨૦૦૦ દરમિયાન પ્રસારિત થઈ હતી. જે ડીડી નેશનલ ચેનલ પર આવતી હતી.

જાે તમે હજી પણ તેને જાેવા માગતા હોવ તો તમે તેને You Tube પર સરળતાથી જાેઈ શકો છો. રસપ્રદ વાત એ છે કે રાજ પ્રેમીએ આ શોમાં માત્ર હનુમાનની ભૂમિકા જ ભજવી ન હતી પરંતુ તેણે ભગવાન શિવની ભૂમિકા પણ ભજવી હતી.

ભોજપુરી સિનેમાના પ્રખ્યાત અભિનેતા રવિ કિશને સંજય ખાનના શોમાં ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. ઈરફાન ખાને ફિલ્મો પહેલા ઘણા મોટા ટીવી શોમાં કામ કર્યું હતું.

તેઓ ચંદ્રકાંતાથી જય હનુમાન શોનો ભાગ હતા. તેમણે આ શોમાં વાલ્મીકિજીની ભૂમિકા ભજવી હતી. રામાનંદ સાગરના શો રામાયણમાં હનુમાનજીનું પાત્ર ભજવનાર એક્ટર દારા સિંહ આજે આપણી વચ્ચે નથી રહ્યા. પરંતુ તેમણે ભજવેલું હનુમાનજીનું પાત્ર આજે પણ લોકોની સ્મૃતિમાં તાજું છે.

૬૦ વર્ષની ઉંમર દારા સિંહને બજરંગબલીનો રોલ ઓફર થયો હતો. હનુમાનજીનું પાત્ર ભજવવા માટે તેઓ રામાનંદ સાગરની પહેલી પસંદ હતા. પહેલા દારા સિંહે આ રોલ માટે ના પાડી હતી પરંતુ બાદમાં રામાનંદ સાગરના આગ્રહને વશ થઈને તેમણે ઓફર સ્વીકારી લીધી હતી. હનુમાનજીનો રોલ કરવો સરળ નહોતો, દારા સિંહે આ માટે પોતાના ડાયટમાં ફેરફાર કર્યો હતો.

એ સમયે તેઓ આખા દિવસમાં ૧૦૦ બદામ અને ૩ નારિયેળ પાણી પીને શૂટિંગ કરતા હતા. દારા સિંહનું મન ભગવાન રામની ભક્તિમાં ખૂબ લાગતું હતું. તેઓ સપનામાં પોતાને ઘણીવાર રામભક્ત હનુમાન તરીકે જાેતા હતા. ઘણીવાર તેઓ ઊંઘમાં પણ રામાયણના ડાયલોગ બોલતા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.