Western Times News

Gujarati News

TVS મોટર કંપનીએ રેડીયોનની ‘કમ્યુટર ઓફ ધ યર’ સેલિબ્રેટરી સ્પેશ્યલ એડિશન લોંચ કરી

Mr. Piyush Singh, GM - Marketing

લખનૌ, દુનિયામાં ટૂ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલર્સની પ્રતિષ્ઠિત ઉત્પાદક ટીવીએસ મોટર કંપનીએ આજે વર્ષમાં સૌથી વધુ એવોર્ડ મેળવનાર કમ્યુટર મોટરસાયકલ ટીવીએસ રેડીયોનની સ્પેશ્યલ સેલિબ્રેટરી એડિશન ‘કમ્યુટર ઓફ ધ યર’ને લોંચ કરવાની જાહેરાત કરી હતી. સ્પેશ્યલ એડિશન બે કલર –ક્રોમ-બ્લેક અને ક્રોમ-બ્રાઉનમાં ઉપલબ્ધ છે.

પોતાની ક્રોમ ખાસિયત સાથે એડિશન ટીવીએસ રેડીયોનને નવો ભવ્ય અને સુંદર લૂક આપે છે. આ ફ્રન્ટ ડિસ્ક બ્રેક, નવી મજબૂત પેડ ડિઝાઇન, એમ્બ્લમેટિક ‘R’ સાથે નવી પેટ્રોલ ટેંક કુશન, મેટલિકનાં નવા સ્તર, ક્રોમ રિઅર વ્યૂ મિરર્સ અને ક્રોમ કાર્બેરેટર કવર જેવી ખાસિયતો ધરાવે છે. ઉપરાંત નવું પ્રીમિયમ ગ્રાફિક્સ એનાં સ્ટાઇલ લૂકમાં વધારો કરે છે.

મજબૂત મેટલની બનાવટ, આક્રમક સ્ટાઇલ અને વિવિધ સુવિધાનો સમન્વય ધરાવતું ટીવીએસ રેડીયોન મધ્યમ વર્ગનાં પ્રગતિશીલ ભારતીય યુવાનોને લક્ષ્યાંક બનાવે છે. ઓગસ્ટ, 2018માં લોંચ થયેલું ટીવીએસ રેડીયોન દરરોજ કમ્યુટર્સ માટે પસંદગી વધારે છે અને 2 લાખથી વધારે ગ્રાહકો ધરાવે છે.

આ લોંચ પર ટીવીએસ મોટર કંપનીનાં કમ્યુટર મોટરસાયકલ્સ, સ્કૂટર્સ અને કોર્પોરેટ બ્રાન્ડનાં વાઇસ પ્રેસિડન્ટ (માર્કેટિંગ) શ્રી અનિરુદ્ધ હાલ્દારે કહ્યું હતું કે, ટીવીએસ રેડીયોને નિષ્ણાતો અને ગ્રાહકો પાસેથી એકસરખો અને અભૂતપૂર્વ પ્રેમ મેળવ્યો છે. લોંચ થયાનાં પ્રથમ વર્ષમાં 2 લાખથી વધારે ગ્રાહકોને તેમની  બુલંદ ચોઇસ પર ગર્વ છે. ગ્રાહકોનાં આ પ્રકારનાં વિશ્વાસ અને પ્રેમથી તેમનાં પ્રત્યે અમારી કટિબદ્ધતા મજબૂત થઈ છે. નિષ્ણાતોની પ્રશંસા જીતનાર ટીવીએસ રેડીયોન વર્ષમાં સૌથી વધુ એવોર્ડ મેળવનાર મોટરસાયકલ બની ગયું છે. સ્પેશ્યલ એડિશન ખરાં અર્થમાં ટીવીએસ રેડીયોન બુલંદ ડીએનએ ધરાવે છે અને એનાં પાવરની ઉજવણી કરે છે. એ વ્યવહારિકતા પર નજર રાખવાની સાથે સુવિધા અને પ્રીમિયમ ખાસિયતોમાં વધારો કરે છે. મને ખાતરી છે કે, ટીવીએસ રેડીયોન એનાં ગ્રાહકોને લવ સ્ટ્રોંગ રાઇડ સ્ટ્રોંગ (જિયો બુલંદ બઢો બુલંદ)ની ખાતરી ખરાં અર્થમાં મળશે.

ટીવીએસ રેડીયોન એની થાઇ પેડ સાથે સજ્જ સ્ટાઇલિશ પેટ્રોલ ટાંકી, ક્રોમ ફિનિશ્ડ સ્પીડોમીટર, શોક એબ્સોર્બર અને સાયલન્સર સાથે વિશિષ્ટ ક્લાસિક લૂક ધરાવે છે. ટીવીએસ રેડીયોન લાંબો સમય ચાલતું 109.7સીસી ડ્યુરા-લાઇફ એન્જિન ધરાવે છે, જેની ડિઝાઇન પાવર અને ઇંધણનાં અર્થતંત્રનો મહત્તમ સમન્વય ઓફર કરવા બનાવેલી છે. મોટરસાયકલ 5000 rpm પર 8.7 Nmનાં ટોર્ક સાથે 7000 rpm પર 8.4 PS પાવર પેદા કરે છે. ટીવીએસ રેડીયોન 10 લિટરની ટાંકી અને 69.3 કિલોમીટર પ્રતિ લિટર1ની એવરેજ ધરાવે છે. ટીવીએસ રેડીયોન સેલિબ્રેટરી સ્પેશ્યલ એડિશન ક્રોમ-બ્લેક અને ક્રોમ-બ્રાઉન કલરમાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.