Western Times News

Gujarati News

એન્ડટીવી પર “દૂસરી મા”એ 100 એપિસોડ પૂરા કર્યા!

એન્ડટીવી પર દૂસરી મા  માટે ઉજવણીનો સમય છે, કારણ કે શોએ 100 એપિસોડ  પૂરી કર્યા છે!  સપ્ટેમ્બર 2022માં શરૂ કરાયેલો આ શો ઉત્તર પ્રદેશમાં પતિ, બે પુત્રી અને સાસરિયાં સાથે રહેતી મહિલાની વાર્તા છે, જેનું જીવન તે અને તેનો પતિ અજ્ઞાત રીતે તેના પતિના જ અનૈતિક સંબંધમાંથી જન્મેલા બાળકને દત્તક લે છે. &TV’s Doosri Maa completes 100 episodes

ત્યારે તેના જીવનમાં ઊથલપાથલ મચી જાય છે. ટૂંક સમયમાં જ શો ટેલેવિઝન પર દર્શકોનો ફેવરીટ ફેમિલી ડ્રામા બની ગયો છે. શોનાં કલાકારો નેહા જોશી (યશોદા), આયુધ ભાનુશાલી (કૃષ્ણા) અને મોહિત ડાગા (અશોક) વગેરેએ 100 એપિસોડની સિદ્ધિ હાંસલ કરી તે બાબતે રોમાંચ વ્યક્ત કર્યો.

યશોદાની ભૂમિકા ભજવતી નેહા જોશી કહે છે, “શોએ 100 એપિસોડ પૂરા કર્યા તે હજુ માનવામાં આવતું નથી. દૂસરી મા સાથે મારો પ્રવાસ વિશેષ રહ્યો છે. મને આ તક મળી ત્યારે હું નર્વસ સાથે રોમાંચિત પણ હતી. મારાં લગ્ન થઈ રહ્યાં હતાં અને મારે તે જ અઠવાડિયામાં શૂટ માટે જયપુરમાં જવાનું હતું.

જોકે મારા પતિનો ટેકો અને શોના ડાયરેક્ટર ઈમ્તિયાઝ પંજાબીમાં વિશ્વાસને લીધે યશોદાની ભૂમિકા ભજવવાનું નક્કી કર્યું. આ સફળતા સાથે મને લાગે છે કે મેં યોગ્ય નિર્ણય લીધો હતો. આ સિદ્ધિ મારા સહ-કલાકારો અને શો પાછળના ક્રુ વિના શક્ય નહોતી. તેમણે બધું જ બહુ સારી રીતે ચાલે તેનું ધ્યાન રાખ્યું.

શોએ મને કલાકાર તરીકે વિવિધ ભાવનાઓ અનુભવવાની ઘણી બધી તક આપી. મને આટલા દૂર સુધી આવી તેની ખુશી છે. દર્શકોએ અમને બહુ પ્રેમ આપ્યો છે. આ સિદ્ધિ અમારા દર્શકોનું સતત મનોરંજન ચાલુ રાખવા અમને પ્રેરણા આપે છે.”

કૃષ્ણાની ભૂમિકા ભજવતો આયુધ ભાનુશાલી કહે છે, “આવી સિદ્ધિઓ નિર્માણ કરવી તે ટીમના પ્રયાસો છે અને આવા અદભુત શોનો હિસ્સો બનવાની મને ખુશી છે. 100 એપિસોડની સિદ્ધિ હાંસલ કરવા માટે દૂસરી માના બધા કલાકારો અને ક્રુને અભિનંદન. અમારા બધાને માટે આ ગૌરવશાળી અવસર છે.

અમે શૂટ માટે જયપુરમાં હોવાથી એકબીજા સાથે ઘણો સમય વિતાવીએ છીએ, જેને કારણે ઘરોબો થઈ ગયો છે. દરેક વીતતા દિવસ સાથે અમારું જોડાણ મજબૂત અને વહાલું બની રહ્યું છે અમે સેટ પર કેક કાપીને અને અગણિત પિક્ચર્સ ક્લિક કરીને આ સિદ્ધિની ઉજવણી કરી હતી. હું દર્શકો ચેનલના એકધાર્યા સપોર્ટ માટે તેમની પણ આભારી છું.”

અશોકની ભૂમિકા ભજવતો અશોક ડાગા કહે છે, “મને 100 એપિસોડની સિદ્ધિઓ પહોંચી તેની ખુશી છે અને આશીર્વાદરૂપ લાગણી થાય છે. સખત મહેનત કરવા માટે અને શોને સફળ બનાવવા માટે હું ટીમનો આભાર માનું તેટલો ઓછો છે. શોમાંથી મને સૌથી મૂલ્યવાન બાબત જો કોઈ મળી હોય તો તે દર્શકોનો પ્રેમ છે.

અશોકનું પાત્ર ભજવવું તે સમૃદ્ધ અનુભવ છે અને પાત્રને આટલો ઉત્તમ પ્રતિસાદ મળશે એવી મેં કલ્પના કરી નહોતી. અમે નવાં સીમાચિહનો સ્થાપિત કરવા અને આગામી દિવસોમાં નવી ઊંચાઈઓ સર કરવા માટે અમારો આ પ્રવાસ ચાલુ રાખીશું.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.