TVS મોટર ફોર્મ્યુલા 1 ડ્રાઇવર નારાયણ કાર્તિકેયનના સ્ટાર્ટઅપમાં રોકાણ કરશે
આ રોકાણ ડ્રાઇવએક્સને ભારતમાં પ્રી-ઑન્ડ ટૂ-વ્હીલ સ્પેસમાં ઓફર વધારવા સક્ષમ બનાવશે
ચેન્નાઈ, દુનિયામાં ટૂ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલર્સની અગ્રણી ઉત્પાદકો પૈકીની એક ટીવીએસ મોટર કંપનીએ આજે નારાયણ કાર્તિકેયનના સ્ટાર્ટઅપ પ્રી-ઑન્ડ ટૂ-વ્હીલર પ્લેટફોર્મ “ડ્રાઇવએક્સ” (એનકાર્સ મોબિલિટી મિલેનિયલ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ)માં રોકાણ કરવાની જાહેરાત કરી હતી.
ટીવીએસ મોટર પ્રી-ઑન્ડ ટૂ-વ્હીલર બજારમાં સારી સંભવિતતા જુએ છે, જે અસંગઠિત ક્ષેત્રમાંથી સંગઠિત ક્ષેત્ર બનવા માળખાગત પરિવર્તન જુએ છે. પ્રી-ઑન્ડ ટૂ-વ્હીલર બજારમાં ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે તથા છેલ્લાં થોડાં વર્ષોમાં સ્ટાર્ટઅપ્સના વિકાસ અને ડિજિટાઇઝેશનને પગલે રોકાણકાર અને ગ્રાહકમાં ઊંચો રસ ઊભો કર્યો છે. ડ્રાઇવએક્સમાં આ રોકાણનો ઉદ્દેશ આ પરિવર્તનને આગળ વધારવા નવીન સોલ્યુશન્સને સક્ષમ બનાવવાનો છે.
ભારતના પ્રથમ ફોર્મ્યુલા 1 એસ રેસિંગ ડ્રાઇવર નારાયણ કાર્તિકેયન દ્વારા સ્થાપિત ડ્રાઇવએક્સ સંપૂર્ણપણે ઇન્ટિગ્રેટેડ મોડલ છે, જે પ્રી-ઑન્ડ ટૂ-વ્હીલર વ્હિકલની તમામ વેલ્યુ ચેઇનમાં કામગીરી ધરાવે છે. આમાં તમામ મુખ્ય પાસાં સામેલ છે, જેમાં ખરીદી, રિફર્બિશમેન્ટ અને મલ્ટિ-બ્રાન્ડ પ્રી-ઑન્ડ ટૂ-વ્હીલર્સનું રિટેલિંગ સામેલ છે.
એપ્રિલ, 2020માં સ્થાપિત ડ્રાઇવએક્સની શરૂઆત ટૂ-વ્હીલર સબસ્ક્રિપ્શન પ્લેટફોર્મથી શરૂ થઈ હતી, જે વાજબી અને ફ્લેક્સિબ્લ મોબિલિટી સોલ્યુશન્સ પ્રદાન કરે છે અને ટૂંકા ગાળામાં પાંચ શહેરોમાં કામગીરી વધારી છે.
આ પ્રસંગે ડ્રાઇવએક્સના સ્થાપક અને સીઇઓ નારાયણ કાર્તિકેયને કહ્યું હતું કે, “પ્રી-ઑન્ડ ટૂ-વ્હીલર વાહનનું બજાર અત્યારે ઝડપથી બદલાઈ રહ્યું છે. ડ્રાઇવએક્સ ડિજિટલ ફર્સ્ટ એટલે કે ડિજિટલને પ્રાથમિકતા આપતો વ્યવસાય છે, જે તમામ વેલ્યુ ચેઇન્સમાં વિશિષ્ટ એનાલીટિક્સ-સંચાલિત ક્ષમતાઓ સાથે તમામ બ્રાન્ડને સ વા આપે છે.
અમે નવા બિઝનેસ મોડલ્સ સફળતાપૂર્વક પ્રસ્તુત પણ કર્યા છે, જેમાં પ્રી-ઑન્ડ ટૂ-વ્હીલર સેગમેન્ટમાં સબસ્ક્રિપ્શન મોડલ સામેલ છે. આગામી વર્ષોમાં ડ્રાઇવએક્સનો ઉદ્દેશ સમગ્ર ભારતમાં એની કામગીરીને મજબૂત કરવાનો હશે અને સમયની સાથે અન્ય વિસ્તારોમાં પ્રવેશ કરશે. ટીવીએસ મોટર કંપની પાસેથી આ રોકાણ મળવાની સાથે અમને ડ્રાઇવએક્સનું વિઝન આગળ વધવાનો અને પ્રી-ઑન્ડ ટૂ-વ્હીલર વ્યવસાયને પ્રદાન કરવાનો વિશ્વાસ છે, જે ગ્રાહકની અપેક્ષાઓથી વધારે સંતોષ આપશે.”
આ રોકાણની જાહેરાત કરતાં ટીવીએસ મોટર કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સુદર્શન વેણુએ કહ્યું હતું કે, “પ્રી-ઑન્ડ ટૂ-વ્હીલર બજાર અત્યારે મુખ્યત્વે અસંગઠિત છે. ડ્રાઇવએક્સએ ટૂંક સમયમાં શું ઊભું કર્યું છે અને શું પ્રદાન કર્યું છે એ જોવું આનંદદાયક છે. નારાયણ અને તેમની ટીમે વિશિષ્ટ પ્લેટફોર્મ ઊભું કર્યું છે,
જેનો વિસ્તાર ઝડપથી થઈ શકે છે. ડ્રાઇવએક્સ આ સેગમેન્ટમાં નવીન સોલ્યુશન્સ દ્વારા સંપૂર્ણ, ઉચ્ચ-ગુણવત્તાયુક્ત ઉત્પાદનો અને ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ આપીને વિશ્વાસ, ખાતરી અને પારદર્શકતા ઊભું કરીને આ સેગમેન્ટમાં પરિવર્તન લાવવાનું વિઝન ધરાવે છે. અમને ખાતરી છે કે ડ્રાઇવએક્સ આ વિઝનને સાકાર કરવા સક્ષમ છે.”