ટીવીએસ મોટરે ઓલ-ન્યુ 2025 TVS રોનિન લોન્ચ કર્યુંઃ કિંમત જાણીને ચોંકી જશો

- 2025 ટીવીએસ રોનિન હવે બે કલર્સ – ગ્લેશિયર સિલ્વર અને ચારકોલ એમ્બરમાં ઉપલબ્ધ
- મિડ-વેરિઅન્ટ હવે ડ્યુઅલ-ચેનલ એબીએસથી સજ્જ
બેંગ્લોર, 18 ફેબ્રુઆરી, 2025: ટુ અને થ્રી- વ્હીલર સેગમેન્ટમાં વૈશ્વિક સ્તરે અગ્રણી ઓટોમેકર ટીવીએસ મોટર કંપનીએ ઓલ-ન્યુ ટીવીએસ રોનિન 2025 એડિશન લોંચ કરવાની જાહેરાત કરી છે, જે તેની શ્રેણીને વ્યાખ્યાયિત કરતી આધુનિક-રેટ્રો મોટરસાઇકલનું એકદમ નવું અને બોલ્ડ આવૃત્તિ છે. તેની શરૂઆતથી ટીવીએસ રોનિને આધુનિક ટેક્નીક અને સમકાલીન સવારી સાથે રેટ્રો એસ્થેટિક્સની કલાતીત અપીલને સામેલ કરતાં મોટરસાઇકલિંગને પુનઃપરિભાષિત કરી છે. 2025 ટીવીએસ રોનિન હવે વાઇબ્રન્ટ કલર્સ, સ્કીલ ન્યૂ સ્ટાઇલ અને ઉત્કૃષ્ટ ફીચર્સ રજૂ કરે છે. TVS Motor launches all-new 2025 TVS Ronin: You will be shocked to know the price
2025 ટીવીએસ રોનિન બે વધારાના આકર્ષક રંગો સાથે લોન્ચ કરવામાં આવ્યું છે: ગ્લેશિયર સિલ્વર અને ચારકોલ એમ્બર. આ ઉમેરો ગ્રાહકોને ફ્રેશ, બોલ્ડ વિકલ્પો પ્રદાન કરવાની ટીવીએસ મોટરની કટીબદ્ધતાને પ્રકાશિત કરે છે, જે બાઇકના એકંદર આકર્ષણમાં વધારો કરે છે તેમજ તેને શાર્પ, મોર્ડન એજ આપે છે. તેના આકર્ષક નવા રંગો સાથે 2025 આવૃત્તિમાં હવે તેના મિડ વેરિઅન્ટમાં ડ્યુઅલ ચેનલ એબીએસ છે, જેની શરૂઆત રૂ. 1.59 લાખની આકર્ષક કિંમતથી થાય છે.
આ લોંચ અંગે પ્રતિક્રિયા આપતાં ટીવીએસ મોટર કંપનીના બિઝનેસ હેડ – પ્રીમિયમ વિમલ સુમ્બલીએ કહ્યું હતું કે, “ટીવીએસ રોનિને દેશમાં આધુનિક-રેટ્રો મોટરસાયકલિંગને ફરીથી વ્યાખ્યાયિત કર્યું છે અને #અનસ્ક્રીપ્ટેડ મોટરસાયકલિંગના સારને દર્શાવે છે, જે રાઇડર્સને આત્મવિશ્વાસ અને શૈલી સાથે અનચાર્ટર્ડ માર્ગો ઉપર આગળ વધવા માટે સશક્ત કરે છે. 2025 આવૃત્તિ સાથે અમે અપગ્રેડેડ સલામતી સુવિધાઓ સાથે આકર્ષક રંગોનો એક નવો પેલેટ લાવીએ છીએ તેમજ આ ફ્રેશ મોડેલ અમારા ગ્રાહકો સમક્ષ રજૂ કરતાં ઉત્સાહિત છીએ. અમે ટીવીએસ રોનિનની સફરના આગામી પ્રકરણનો અનુભવ કરતી વખતે તેમના ઉત્સાહી પ્રતિભાવની રાહ જોઈ રહ્યા છીએ.”
આ અપગ્રેડ ત્રણેય રોનિન વેરિઅન્ટ્સને અલગ પાડવામાં મદદ કરે છે તેમજ સ્ટાઇલ અને કાર્યક્ષમતા વચ્ચે મજબૂત સંતુલન જાળવી રાખે છે. 2025 ટીવીએસ રોનિન સમગ્ર ભારતમાં અધિકૃત ટીવીએસ ડીલરશીપ પર ઉપલબ્ધ થશે, જેની કિંમત રૂ. 1.35 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થશે.
ટીવીએસ રોનિનના આધુનિક-રેટ્રો એસ્થેટિક્સને પૂરક બનાવતું એક શક્તિશાળી 225.9cc એન્જિન છે, જે 7,750 RPM પર 20.4 PS અને 3,750 RPM પર 19.93 Nm ટોર્ક પ્રદાન કરે છે. વૈવિધ્યતા માટે ડિઝાઇન કરાયેલ તેમાં સરળ લો-સ્પીડ રાઇડિંગ માટે ગ્લાઇડ થ્રુ ટેકનોલોજી (જીટીટી), સરળ ગિયરશિફ્ટ માટે સહાયક અને સ્લિપર ક્લચ અને શ્રેષ્ઠ હેન્ડલિંગ માટે અપસાઇડ-ડાઉન ફ્રન્ટ ફોર્ક છે.