Western Times News

Gujarati News

TVS મોટરે સુરતમાં ટીવીએસ iQube ઇલેક્ટ્રિક સ્કૂટરની ડિલિવરી શરૂ કરી

ગુજરાત સરકારના પરિવહન મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા સુરતમાં ગ્રાહકોને પ્રથમ 10 ટીવીએસ આઇક્યૂબ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ સોંપવામાં આવ્યાં

સુરત, વિશ્વભરમાં ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરના પ્રતિષ્ઠિત નિર્માતા ટીવીએસ મોટર કંપનીએ આજે સુરતમાં ટીવીએસ આઇક્યૂબ ઇલેક્ટ્રિક સ્કૂટરની ડિલિવરીની શરૂઆત કરી છે. TVS Motors begins delivered of TVS iQube Electric in Surat Gujarat

ગુજરાત સરકારના પરિવહન મંત્રી શ્રી પૂર્ણેશ મોદી દ્વારા શહેરમાં પ્રથમ 10 ગ્રાહકોને સ્કૂટર્સ સોંપવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા સહિત સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ટીવીએસ આઇક્યૂબ ઇલેક્ટ્રિક કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલને દર્શાવવા અને તેની ડિઝાઇન સ્ટાઇલિશ, સૂક્ષ્મ અને કાર્યાત્મક છે. તે ક્રિસ્ટલ-ક્લિઅર એલઇડી હેડલેમ્પ્સ, ઓલ-એલઇડી ટેઇલ લેમ્પ્સ અને ઇલ્યુમિનેટિંગ લોગો ધરાવે છે. આ સ્કૂટર 4.4 kW ઇલેક્ટ્રિક મોટર ધરાવે છે, જે ઉચ્ચ પાવર અને કાર્યક્ષમતા પ્રદાન કરે છે.

તે પ્રતિ કલાક 78 કિમીની મહત્તમ સ્પીડ ઓફર કરે છે અને ફુલ ચાર્જ ઉપર 75 કિમી ચાલે છે તેમજ માત્ર 4.2 સેકંડમાં 0થી40 કિમી પ્રતિ કલાકની ઝડપ આપે છે. જિયો-ફેન્સિંગ, નેવિગેશન આસિસ્ટ, રિમોટ ચાર્જ સ્ટેટસ, ટેલીમેટિક્સ, ઇનકમિંગ કોલ એલર્ટ્સ અને ક્યુ-પાર્ક આસિસ્ટ જેવાં 118થી વધુ કનેક્ટેડ ફીચર્સ સાથે ટીવીએસ આઇક્યૂબ ઇલેક્ટ્રિક ખરા અર્થમાં કનેક્ટેડ સ્કૂટર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.