ટીવીની પાર્વતી સોનારિકાની તસવીરોએ ઇન્ટરનેટ પર આગ લગાવી
મુંબઈ, ટીવી શો દેવો કે દેવ મહાદેવમાં માતા પાર્વતીનો રોલ નિભાવીને ઘરે-ઘેર ફેમસ થયેલી એક્ટ્રેસ સોનારિકા ભદોરિયાએ બોયફ્રેન્ડ વિકાસ પારાશર સાથે લગ્ન કર્યા છે.
આ દિવસોમાં લગ્નની તસવીરો વાયરલ થઇ રહી છે. જો કે હાલમાં એક્ટ્રેસે પતિ વિકાસ સાથે વન મંથ વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી છે. આ દરમિયાન તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે. આ વચ્ચે સોનારિકા ભદોરિયાની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે જેમાં એનો બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે.
ટીવીની પાર્વતી સોનારિકા ભદોરિયાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને અપડેટ કરતા કેટલીક તસવીરો શેર કરી છે જેમાં એનો સુપર બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. આ તસવીરો ઇન્ટરનેટ પર ધડાધડ વાયરલ થઇ રહી છે. સામે આવેલી તસવીરોમાં એક્ટ્રેસનો ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે.
આ તસવીરોમાં સોનારિકા ઓરેન્જ ટોપ અને વ્હાઇટ લૂઝ પેન્ટમાં જોવા મળી રહી છે. લેટેસ્ટ ફોટોશૂટમાં સોનારિકાએ કેમરાની સામે એવા પોઝ આપ્યા છે કે જે દરેક લોકો જોતા રહી જાય. એકથી એક હોટ તસવીરો વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં સોનારિકા એકથી એક હોટ પોઝ આપી રહી છે. સોનારિકાએ ઓરેન્જ ટોપ અને વ્હાઇટ લૂઝ પેન્ટની સાથે પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે વાળ ખુલ્લા રાખ્યા છે.
આ સાથે ગોગલ્સ પહેર્યા છે અને ગળામાં મંગળસૂત્ર પણ પહેર્યુ છે. ગળાની એસેસરીઝ એક્ટ્રેસના લુકમાં ચાર ચાંદ લગાવે છે. ટીવીની પાર્વતી સોનારિકા અને વિકાસ પારાશરની જોડી મસ્ત લાગી રહી છે. આમ, તમને જણાવી દઇએ કે સોનારિકા ભદોરિયા રિયલ લાઇફમાં ઘણી બોલ્ડ છે.
આ વાતની જાણ તમે આ તસવીરો જોઇને કરી શકો છો. તમને જણાવી દઇએ કે સોનારિકાએ રણથંભોરમાં વિકાસ પારાશરની સાથે સાત ફેરા લીધા છે. ઉલ્લેખનીય છે કે સોનારિકા ભદોરિયાએ વર્ષ ૨૦૨૨માં એના લોન્ગટાઇમ બોયફ્રેન્ડ વિકાસ પારાશર સાથે સગાઇ કરી હતી. દેવો કે દેવ મહાદેવ પછી સોનારિકા ઘર-ઘરમાં ફેમસ થઇ ગઇ છે. હાલમાં ટેલિવિઝન જગતનો જાણીતો ચહેરો બની ગઇ છે.SS1MS