TVS એસસીએસે બગ્ગદમાં આઈશરની બસ ફેસિલિટી માટે નવી બિઝનેસ ડીલ મેળવી
નવો કોન્ટ્રાક્ટ મધ્ય પ્રદેશમાં ઇન-પ્લાન્ટ વેરહાઉસિંગ ઓપરેશન્સ માટે સહયોગને મજબૂત કરે છે
ચેન્નાઈ, 8 મે, 2024 – ગ્લોબલ સપ્લાય ચેઇન સોલ્યુશન્સ પ્રોવાઇડર અને ભારતમાં સૌથી મોટી તથા ઝડપથી વિકસતી ઇન્ટિગ્રેટેડ સપ્લાય ચેઇન સોલ્યુશન્સ પ્રોવાઇડર્સ પૈકીની એક ટીવીએસ સપ્લાય ચેઇન સોલ્યુશન્સ લિમિટેડે (NSE: TVSSCS, BOM: 543965) મધ્યપ્રદેશના બગ્ગદમાં આવેલી તેની આઈશર બસ ફેક્ટરી ખાતે તેમના ઇન-પ્લાન્ટ વેરહાઉસિંગ તથા લોજિસ્ટિક્સ કામગીરી મેનેજ કરવા માટે વીઈ કમર્શિયલ વ્હીકલ્સ (વીઈસીવી) તરફથી નવો બિઝનેસ કોન્ટ્રાક્ટ મેળવ્યો છે.
વીઈસીવી કમર્શિયલ વ્હીકલ્સની અગ્રણી ઉત્પાદક છે અને મધ્ય પ્રદેશના પિથમપુર ખાતે તેમના ટ્રક પ્લાન્ટ માટે ઇન-પ્લાન્ટ લોજિસ્ટિક્સ ઓપરેશન્સ માટે છેક 2006થી ટીવીએસ એસસીએસ સાથે જોડાયેલી છે. વીઈસીવીના બસ પ્લાન્ટ માટેનો નવો સોદો ત્રણ વર્ષના ગાળા માટે છે. બે દાયકાની આ મજબૂત ભાગીદારીથી મધ્ય પ્રદેશમાં 1,200થી વધુ નોકરીઓનું સર્જન થઈ શક્યું છે.
નવા કોન્ટ્રાક્ટ અંગે ટીવીએસ સપ્લાય ચેઇન સોલ્યુશન્સ ઈન્ડિયાના સીઈ શ્રી કે. સુકુમારે જણાવ્યું હતું કે “વીઈસીવીના બસ પ્લાન્ટ ઓપરેશન્સ માટે અમારી સર્વિસીઝ પૂરી પાડીને તેમની સાથે અમારી ભાગીદારીને વધુ મજબૂત બનાવતા અમે આનંદ અનુભવીએ છીએ. આ ડીલ મળવી એ અમારા પ્રોસેસ આધારિત અભિગમનું પ્રમાણ છે અને ટેક એનેબલ્ડ સોલ્યુશન્સ દ્વારા અદ્વિતીય સેવાઓ પૂરી પાડવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમને વિશ્વાસ છે કે એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ પૂરા પાડવાની અમારી ક્ષમતા અમારા ગ્રાહકોને ઉત્પાદન કાર્યક્ષમતામાં વધારો કરશે.”
વીઈ કમર્શિયલ વ્હીકલ્સના ઈવીપી શ્રી બી. શ્રીનિવાસે જણાવ્યું હતું કે “અમારા વીઈસીવી બગ્ગદ પ્લાન્ટ ખાતે ટીવીએસ એસસીએસને અમારી બિઝનેસની તક પૂરી પાડવી તે વ્યૂહાત્મક ઉદ્દેશ્યો તથા ઇચ્છિત પરિણામો મેળવવા માટે બંને કંપનીઓની સહિયારી પ્રતિબદ્ધતા દર્શાવે છે જે સતત વિકાસ અને ઓપરેશનલ ઉત્કૃષ્ટતા માટેનો મજબૂત પાયો બનાવે છે.”
બગ્ગદ બસ પ્લાન્ટ માટે ઇન-પ્લાન્ટ લોજિસ્ટિક્સ સર્વિસીઝમાં સમયસર પાર્ટ્સ મેળવવા, સક્ષમ સ્ટોરેજ અને પ્રોડક્શન પ્લાનિંગ કંટ્રોલ (પીપીસી) ટીમ પર આધારિત નિશ્ચિત સ્થળેથી પાર્ટ્સ મેળવવા તથા બિલ ઓફ મટિરિયલ (બીઓએમ)ના આધાર પર નિર્ધારિત એસેમ્બલી લાઇનને પાર્ટ્સ પહોંચાડવા, પ્રોડક્શન લાઇનમાં કાર્યક્ષમતા જાળવી રાખવા માટે મટિરિયલ્સના સ્થિર પ્રવાહને સુનિસ્ચિત કરવાનો સમાવેશ થાય છે.