Western Times News

Gujarati News

TVS સપ્લાય ચેઇન સોલ્યુશન્સનું વર્ષ 2027 સુધીમાં 2.5 અબજ ડોલરની આવકો હાંસલ કરવાનું લક્ષ્ય

સમગ્ર વેલ્યુ ચેઇનમાં વૈશ્વિક ક્ષમતાઓ અને નેટવર્ક ધરાવતી એકમાત્ર ભારતીય સપ્લાય ચેઇન લોજીસ્ટિક્સ સોલ્યુશન પ્રોવાઇડર ટીવીએસ સપ્લાય ચેઇન સોલ્યુશન્સ (“TVS SCS”) નાણાકીય વર્ષ 2023માં આશરે રૂ. 10,500 કરોડની આવક તથા 2.5 અબજ ડોલરની કંપની અને વૈશ્વિક સ્તરે ટોચની 50 વૈશ્વિક કંપનીઓમાં સ્થાન હાંસલ કરવાની મહાત્વાકાંક્ષા ધરાવે છે. ટીવીએસ એસસીએસ કોન્ટ્રાક્ટ્સ અને નવા બિઝનેસ મેળવીને નાણાકીય વર્ષ 2024માં 90 ટકા વિઝિબિલિટી હાંસલ કરવાની સંભાવના છે.

ટીવીએસ એસસીએસ ચાર ખંડો, 26થી વધુ દેશોમાં હાજરી સાથે 18,000થી વધુ ઉચ્ચ કુશળ કર્મચારીઓ ધરાવતું મજબૂત અને સંકલિત સંસ્થાન છે. આજે 1.2 અબજ ડોલરનું કદ ધરાવતા ટીવીએસ એસસીએસ ભારતમાં 733 ગ્રાહકો અને વિશ્વભરમાં 7,120 ગ્રાહકો સાથે કામ કરે છે.

તેના વૈવિધ્યસભર ક્લાયન્ટ્સમાં નોન-સાઇકલિકલ અને ઉચ્ચ વૃદ્ધિની સંભાવનાઓ ધરાવતા ગ્રાહકો નોંધપાત્ર યોગદાન આપે છે. કંપનીના ક્લાયન્ટ્સમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ, ટેલીકોમ, ઇલેક્ટ્રોનિક્સ, રિન્યૂએબલ એનર્જી, હેલ્થકેર, ઓટોમોબાઇલ વગેરે જેવાં વિવિધ ક્ષેત્રો સામેલ છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં કંપનીએ સતત વૃદ્ધિ સાધી છે તથા વર્ષ 2005થી 36 ટકા સીએજીઆર અને ઇબીઆઇટીડીએ ઉપર 37 ટકા સીએજીઆરની ઉચ્ચ આવક વૃદ્ધિ સાથે સતત વિકાસ કર્યો છે.

નાણાકીય વર્ષ 2023ના પ્રથમ અર્ધવાર્ષિકગાળામાં ટીવીએસ એસસીએસે સકારાત્મક પીએટી સાથે રૂ. 38.05 કરોડનો નફો કર્યો છે, તેમ નિયામક સેબીમાં ફાઇલ કરાયેલા ડીઆરએચપીના વર્તમાન પરિશિષ્ટમાં ઉલ્લેખ કરાયો છે.

30 સપ્ટેમ્બર, 2022 મૂજબ ટીવીએસ એસસીએસ 64 ‘ગ્લોબલ ફોર્ચ્યુન 500 2021’ કંપનીઓ સાથે કામ કરે છે. તેનો 75 ટકા બિઝનેસ નોન-ઓટો ક્લાયન્ટ્સ તથા 95 ટકા બિઝનેસ નોન-ટીવીએસ ફેમિલિ કંપનીઓમાંથી આવે છે. ટીવીએસ એસસીએસ તેના ગ્રાહકો સાથે લાંબાગાળાના સંબંધો ધરાવે છે તથા ટોચના 10 ગ્રાહકો સાથે સંબંધનો સરેરાશ સમયગાળો 10-13 વર્ષ છે.

ટીવીએસ એસસીએસે સફળતાપૂર્વક 65 કંપનીઓ હસ્તગત કરીને તેને એકીકૃત કરી છે. તેણે નવી ક્ષમતાઓ/ભૌગોલિક વિસ્તરણ, વૈશ્વિક ફોરવર્ડિંગ સોલ્યુશન્સ માટે આંતરરાષ્ટ્રીય નેટવર્કની રચના કરવા તેમજ છેવાડાના વિસ્તાર સુધી મહત્વપૂર્ણ સેવાઓ પૂરી પાડવા માટે ઘરેલુ નેટવર્કની રચના કરવા કંપનીઓ હસ્તગત કરી છે.

ટીવીએસ એસસીએસે વર્ષ 1995માં ભારતમાં થર્ડ પાર્ટી લોજીસ્ટિક્સ (3પીએલ)નો ખ્યાલ વહેતો કર્યો હતો અને હવે તે એન્ડ-ટુ-એન્ડ ગ્લોબલ સપ્લાય ચેઇન સોલ્યુશન્સ પ્રોવાઇડર છે. ટીવીએસ એસસીએસના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન આર. દિનેશ સપ્લાય ચેઇન ક્ષેત્રે ‘વિઝનરી’ લીડર તરીકે ઓળખાય છે તથા નેશનલ લોજીસ્ટિક્સ પોલીસીના અનાવરણ દરમિયાન પીએમઓ દ્વારા તેમને આમંત્રિત કરાયાં હતાં.

લોજીસ્ટિક્સ અને સપ્લાય ચેઇન ઇન્ડસ્ટ્રી સંબંધિત નીતિઓને આકાર આપવામાં મૂલ્યવાન ઇનપુટ આપવા દિનેશ વાણિજ્ય મંત્રાલય સાથે સતત જોડાયેલા છે.

હાલમાં તેઓ સીઆઇઆઇ નેશનલ કાઉન્સિલના નિયુક્ત પ્રમુખ છે. તેઓ સીઆઇઆઇ નેશનલ કમીટી ઓફ લોજીસ્ટિક્સ અને સીઆઇઆઇ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોજીસ્ટિક્સ એડવાઇઝરી કાઉન્સિલના પણ ચેરપર્સન છે. સીઆઇઆઇ દ્વારા તેમણે લોજીસ્ટિક્સ સેક્ટર માટે ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો’ હાંસલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.