ટિ્વંકલ ફિટ અને યુવા દેખાવા વહીદા રહમાનની ટિપ્સ કરે છે ફોલો
મુંબઈ, ટિ્વંકલ ખન્નાએ પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત બૉબી દેઓલ સ્ટારર ફિલ્મ ‘બરસાત’થી કરી હતી. પોતાની ફિલ્મ માટે એક્ટ્રેસને બેસ્ટ ફિલ્મફેર ડેબ્યૂ એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ ટિ્વંકલ ખન્ના ઘણી ફિલ્મોમાં જાેવા મળી હતી. ટિ્વંકલે જણાવ્યુ હતું કે જ્યારે પણ તેનું કૂતરા અને બાળકથી મગજ ભારે થઈ જાય છે ત્યારે તે છોડ સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે બગીચામાં જતી રહે છે.
પૂર્વ અભિનેત્રી અને લેખક ટિ્વંકલ ખન્નાએ હાલમાં જ પોતાની ચેનલ ટ્વીક ઈન્ડિયા દ્વારા જણાવ્યુ છે કે કેવી રીતે તેણી આજે પણ યંગ અને ફિટ દેખાવવા માટે શું કરે છે.
તેણીએ પોતાના સિક્રેટ્સ પણ શેર કર્યા છે. ટિ્વંકલે પોતાની ફિટનેસ રુટિનનો ખુલાસો કર્યો અને જણાવ્યુ કે તેમાંથી એક આદત તો તેણીએ દિગ્ગ્જ એક્ટ્રેસ વહીદ રહેમાન પાસેથી સીખી છે! ટિ્વંકલે જણાવ્યુ કે બાળપણથી તેણીના ફક્ત ત્રણ લક્ષ્ય હતાં- એક બાળક, એક કૂતરો અને એક બગીચો.
તેણીનું કહેવું હતુ કે ક્યારેય પણ કૂતરો કે તેનું બાળક તેણીને પરેશાન કરી દેતું તો તે બગીચામાં છોડ સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું પસંદ કરતી હતી. તેણીએ કહ્યુ, ‘જાે કોઈ પાસે ગાર્ડન પણ ના હોય તો પોતાની બારી અથવા અગાસીમાં છોડ જરુર લગાવવા જાેઈએ. તમે પણ પ્રયત્ન કરજાે મૂડ તુરંત જ ઠીક કરી દેશે.
ટિ્વંકલ ખન્નાનું કહેવું છે કે તેણીએ ઘણો સમય કાઢી દીધા બાદ બાળક સાથે ગિટાર શીખવાનું શરુ કર્યુ હતું. તેણીએ કહ્યુ, ‘હું ખૂબ સારી સિંગર નથી. પરંતુ પોતાના દીકરા સાથે ગીટાર વગાડવાનું શીખવાનું શરુ કર્યુ. શું ખબર એક દિવસ સારી સિંગર બની જાઉ.
ટિ્વંકલ ખન્ના કહે છે કે, “આ આદત મેં વહીદા રહેમાનજી પાસેથી શીખી છે. રાત્રે ઓછું ભોજન કરવાથી શરીર તમારા ભોજનને પાચન કરવામાં ઉર્જા ખર્ચ કરવાને બદલે આરામ કરી શકે છે. હું પણ વહીદાજીની જેમ પ્રતિદિન ડિનરમાં ઑમલેટ ખાઉ છું.
પોતાની વાતચીતમાં ટિ્વંકલ ખન્નાએ પોતાના શ્રોતાઓને સ્ટ્રેસથી બચાવવા માટે અમુક શ્વાસવાળા વ્યાયામ કરવાની સલાહ આપી. એક્ટ્રેસે કહ્યુ, ‘જ્યારે વધતી ઉંમર દેખાવા લાગે તો તમે શ્વાસ લેવાવાળા વ્યાયામ કરી શકાય છે અને ફક્ત પાંચ મિનીટમાં તમમે રિલીવ મળશે તેમજ એનર્જેટિક ફીલ કરશો.
પોતાની વાત રાખતા તેણે કહ્યુ, પોતાને ખુશ રાખવા ખૂબ જ જરુરી છે. હું મારી જાતને ખુશ રાખવા માટે દરેક શક્ય પ્રયત્ન કરુ છું. એક મજેદાર ગીત ગાવુ, એક ખરાબ જાેક્સ સંભળાવો જેનાથી ટીનેજર્સ પણ હેરાન રહી જાય. ટિ્વંકલે કહ્યુ, “જન્મની સાથે તેની પૂરી સ્કિન પર ઘબ્બા હતાં. તેથી તે હંમેશા દરેક સમયે સનસ્ક્રીન લગાવે છે. ખાસ કરીને જ્યારે પણ તડકામાં બહાર નીકળે.SS1MS