ટ્વિન્કલખન્નાએ લગ્ન માટે હા પાડતા પહેલા અક્ષયના ૫૬ મેડિકલ ટેસ્ટ કરાવ્યા

અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખન્નાના લગ્નને ૧૯ વર્ષ થઈ ગયા -ટ્વિન્કલખન્નાએ અક્ષય કુમાર સાથે લગ્ન કરતા પહેલા તેમનો સંપૂર્ણ તબીબી ઇતિહાસ એકત્રિત કર્યાે હતો
મુંબઈ, અક્ષય કુમાર અને ટ્વિન્કલખન્ના બોલિવૂડના પ્રિય કપલ્સમાંથી એક છે. ટ્વિન્કલ એક વખત ખુલાસો કર્યાે હતો કે લગ્ન પહેલા તેણે અક્ષય પર ૫૬ ટેસ્ટ કરાવ્યા હતા.તે અક્ષયની સમગ્ર મેડિકલ હિસ્ટ્રી જાણતી હતી.અક્ષય કુમાર અને ટ્વિન્કલખન્નાના લગ્નને ૧૯ વર્ષ થઈ ગયા છે. આ બોલિવૂડના પ્રિય કપલ્સમાંથી એક છે. બંને વચ્ચે મીઠી-ખાટી મજાક ચાલી રહી છે.
ટ્વિન્કલ ખન્ના ઘણીવાર અક્ષયની મજાક ઉડાવતી જોવા મળે છે અને અભિનેતા તેને ચૂપચાપ સાંભળતો રહે છે. અક્ષય અને ટ્વિન્કલ ની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. ટ્વિન્કલ એક વખત ખુલાસો કર્યો હતો કે લગ્ન પહેલા તેણે અક્ષય પર ૫૬ ટેસ્ટ કરાવ્યા હતા અને અભિનેતાને આ વિશે કોઈ જાણકારી નહોતી.અક્ષય અને ટ્વિન્કલ એક મેગેઝીન ફોટોશૂટ દરમિયાન મળ્યા હતા.
પહેલી નજરમાં જ અક્ષય ટ્વિન્કલ ના પ્રેમમાં પડી ગયો. ત્યારબાદ અક્ષયે તેને પ્રપોઝ કર્યું અને બંનેએ ડેટિંગ શરૂ કરી. લોકો લગ્ન પહેલા પોતાની કુંડળી મેળ કરાવે છે પણ ટ્વિન્કલ એવું કંઈ કર્યું નહીં.ટ્વિન્કલખન્નાએ અક્ષય કુમાર સાથે લગ્ન કરતા પહેલા તેમનો સંપૂર્ણ તબીબી ઇતિહાસ એકત્રિત કર્યાે હતો. અહેવાલો અનુસાર, ટ્વિન્કલ અક્ષય પર ૫૬ ટેસ્ટ કરાવ્યા હતા.
ટ્વિન્કલ તેના પુસ્તક ‘મિસિસ’ ના લોન્ચ સમયે આ વાતનો ખુલાસો કર્યાે હતો. તેણીએ કહ્યું કે જ્યારે મેં તેની સાથે લગ્ન કર્યા, ત્યારે મને તેની સાથે બાળકો થવાના હતા, તેથી મેં તેના પરિવારમાં કયા રોગો છે તે જોવા માટે એક આનુવંશિક યાદી બનાવી.
ટ્વિન્કલ ખુલાસો કર્યાે હતો કે તેણે બીજી યાદી બનાવી છે. જેમાં તેમણે લગ્ન કરવાના ફાયદા અને ગેરફાયદા શું છે તે લખ્યું હતું. લગ્ન કરવાના ફાયદા અને ગેરફાયદા શું હતા? અક્ષય સાથે લગ્ન કરતા પહેલા ટ્વિન્કલ પોતાનો આખો મેડિકલ હિસ્ટ્રી કાઢી લીધો હતો. જ્યારે ટ્વિન્કલ અક્ષયને તેના પરિવાર વિશે પૂછ્યું, ત્યારે તેને લાગ્યું કે તે ચિંતિત છે પણ ખરેખર તે તેની પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી હતી.