વાંકી-ચુકી બાઇક ચલાવતા યુવક ધડાકાભેર કાર સાથે અથડાયો
વડોદરા, સ્ટંટ કરનારા લોકોએ ખરેખર ચેતવાની જરૂર છે. રાજ્યમાં અનેક ગમખ્વાર અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે, છતાં રોડ પર સ્ટંટ કરનારા લોકો જોવા મળતા હોય છે. જે ખરેખર જીવલેણ સાબિત થઇ શકે છે. વડોદરામાં આવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે.
આ ગમખ્વાર અકસ્માતનો વીડિયો પણ વાયરલ થયો છે. ગફલત રીતે બાઈક હંકારતા સામેથી આવતી કાર સાથે ટક્કર થઇ હતી, જ્યારે આ અકસ્માતમાં બાઇક ચાલકનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. વડોદરામાં ગમખ્વાર અકસ્માતનો વીડિયો વાયરલ થયો છે.
ગઈકાલે પોર નજીક ફાજલપુરમાં અકસ્માત થયો હતો. યુવક રોડ પર સર્પાકાર બાઈક ચલાવતો હતો. ગફલત રીતે બાઈક હંકારતા સામેથી આવતી કાર સાથે ટક્કર થઇ હતી. અકસ્માતમાં બાઈક ચાલકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
બાઈકની પાછળ આવતા અન્ય વાહને દ્રશ્યોને કેમેરામાં કેદ કર્યા હતા. વડોદરામાં પોર નજીક ફાજલપુર પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ગતકાલે અકસ્માતમાં બાઈક સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતની સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે.
બાઈક ચાલક રોડ પર સાપની જેમ બાઈક ચલાવતો કેમેરામાં કેદ થયો હતો. ગફલત ભરી બાઈક હંકારતા અલ્ટો કાર સાથે બાઈક ચાલક ધડાકાભેર અથડાયો હતો. અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
વરણામા પોલીસે ઘટનસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પીએમ અર્થે પોર રેફરલ્સ હોસ્પિટલ ખસેડાયો હતો.SS1MS