ટ્વીટર પ્રતિબંધિત એકાઉન્ટ પરથી તત્કાળ પાબંદી નહીં હટાવેઃ મસ્ક
હાલમાં ટ્વીટરની કન્ટેન્ટ મોડરેશન નીતીઓમાં કોઈ ફેરફાર નહીં કરવા નવા માલિક એલન મસ્કનો ઈનકાર
વોશિંગ્ટન, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક ગુરૂવારના સોશિયલ મીડિયા કંપની ટિ્વટરના માલિક બની ગયા હતા. તેમણે સોશિયલ મીડિયાના આ પ્લેટફોર્મ પર અગાઉથી પ્રતિબંધિત એકાઉન્ટ પરથી તાત્કાલિક પ્રતિબંધ હટાવવાની અટકળો પર એવું કહીને પૂર્ણવિરામ મૂકી દીધુ છે કે હાલમાં ટિ્વટરની કન્ટેન્ટ મોડરેશન નીતીઓમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. Twitter Blocked accounts
એલન મસ્કે પોતાના ટિ્વટર હેન્ડલ પરથી થોડા કલાકો પહેલા કરેલા કેટલાક ટિ્વટમાં આ જાણકારી આપી છે.
તેમણે તાજેતરના ટિ્વટમાં લખ્યું હતું કે, ‘સ્પષ્ટ કરી દઉ છું કે હજુ સુધી અમે ટિ્વટરની કન્ટેન્ટ મોડરેશન નીતિઓમાં કોઈ ફેરફાર કર્યો નથી.’
તેના થોડા કલાકો પહેલા કરવામાં આવેલા અન્ય એક ટિ્વટમાં તેમણે કન્ટેન્ટ મોડરેશન કાઉન્સિલની રચનાની જાહેરાત કરી હતી. આ ટિ્વટમાં તેમણે લખ્યું હતું કે, ટિ્વટર એક વ્યાપક અને વૈવિધ્યસભર પરિપ્રેક્ષ્ય પર વિચાર કરવા માટે કન્ટેન્ટ મોડરેશન કાઉન્સિલની સ્થાપના કરશે. કાઉન્સિલની બેઠક પહેલાં કન્ટેન્ટ પર કોઈ મોટો ર્નિણય લેવામાં આવશે નહીં, ન તો કોઈ એકાઉન્ટ પુનઃસ્થાપિત કરવામાં આવશે.
એલન મસ્કે ટિ્વટર ખરીદ્યા પછી એવી અટકળો ચાલી રહી હતી કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિનું ટિ્વટર એકાઉન્ટ પુનઃસ્થાપિત કરવામાં આવશે. આ સાથે ભારતની લોકપ્રિય અભિનેત્રી કંગના રનૌતનું ટિ્વટર એકાઉન્ટ પણ સસ્પેન્ડ છે. કંગનાના સમર્થકો પણ એલન મસ્ક પાસે પ્રતિબંધ હટાવવાની માંગણી કરી રહ્યા હતા પરંતુ મસ્કની તાજેતરની જાહેરાત બન્નેને નિરાશ કરી શકે છે.
શુક્રવારના રોજ ટિ્વટરને ૪૪ બિલિયનમાં ખરીદવાનો કરાર પૂર્ણ કર્યા બાદ બધાની નજર હવે અલોન મસ્કની આગળની યોજનાઓ પર છે. લોકો ચિંતિત છે કે એલન મસ્કે આવ્યા પછી અભદ્ર ભાષા અને ખોટી માહિતીને નિયંત્રિત કરતા ટિ્વટરના નિયમો ઢીલા થઈ જશે.
એલન મસ્કે પોતાનું પદ સંભાળતાની સાથે જ શુક્રવારના રોજ કંપનીના ૩ ટોચના અધિકારીઓને હટાવવાની જાહેરાત કરી હતી. આ લોકોમાં કંપનીના સીઈઓ પરાગ અગ્રવાસ, સીએફઓ નેડ સહગલ અને બોર્ડ ચેરમેન બ્રેટ ટેલરનો સમાવેશ થાય છે.