આ કારણસર રાહુલ ગાંધીએ ટ્વિટરના માલિક ઈલોન મસ્કને અભિનંદન આપ્યા
ટ્વીટર વિપક્ષનો અવાજ નહીં દબાવે એવી રાહુલ ગાંધીને આશા-ટ્વીટર હવે હેટ સ્પીચ વિરુદ્ધ કાર્યવાહી કરશે તથા તથ્યોની તપાસ વધુ સટીક રીતે કરશેઃ કોંગ્રેસના નેતાને આશા
નવી દિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટરના નવા માલિક બનવા પર એલોન મસ્કને અભિનંદન પાઠવ્યા હતા અને આશા વ્યક્ત કરી હતી કે, હવે આ માઈક્રો-બ્લોમિંગ મંચ હેટ સ્પીચ વિરુદ્ધ કાર્યવાહી કરશે તથા ભારત સરકારના દબાવમાં આવીને વિપક્ષનો અવાજ નહીં દબાવશે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, એલન મસ્કને અભિનંદન. હું આશા કરું છું કે, ટ્વીટર હવે હેટ સ્પીચ વિરુદ્ધ કાર્યવાહી કરશે તથા તથ્યોની તપાસ વધુ સટીક રીતે કરશે અને ભારતમાં સરકારના દબાણના કારણે વિપક્ષનો અવાજ નહીં દબાવશે.
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના સીઈઓ સોશિયલ મીડિયા મંચ ટ્વીટરના નવા માલિક બની ગયા છે.
જવાબદારી સંભાળતાની સાથે જ તેમણે ટ્વીટરના સીઈઓ પરાગ અગ્રવાલ, ચીફ લીગલ ઓફિસર અને ચીફ ફાઈનાન્સ ઓફિસરની પણ હકાલપટ્ટી કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ ટ્વીટર પર એક ગ્રાફ પણ શેર કર્યો હતો જેમાં તેમણે દર્શાવ્યું કે, તેમના ટ્વીટર એકાઉન્ટ ખાતે છેડછાડ કરવામાં આવી છે.
ગત વર્ષે ઓગસ્ટમાં દિલ્હીમાં એક દલિત બાળકી પર બળાત્કાર અને હત્યાના સંદર્ભમાં નિયમોના ઉલ્લંઘનને ટાંકીને તેના પરિવારના સભ્યોની તસવીર શેર કરવા બદલ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષનું ટિ્વટર એકાઉન્ટ થોડા દિવસો માટે લોક કરવામાં આવ્યું હતું. આ સાથે જ ટિ્વટરે ઘણા કોંગ્રેસ અને પાર્ટીના નેતાઓના ટિ્વટર એકાઉન્ટ બંધ કરી દીધા હતા.