ટિ્વટરના CEOની હકાલપટ્ટી થઈઃ પણ ડીલ મુજબ ૩૪૫ કરોડ મળશે
વોશિંગ્ટન, ઉદ્યોગપતિ એલન મસ્કે ટિ્વટરના માલિક બન્યા બાદ તેના સીઈઓ પદેથી પરાગ અગ્રવાલ અને કાયદાકીય મામલાઓનુ ધ્યાન રાખતા વિજયા ગડ્ડેને હટાવી દીધા છે.
જાેકે મીડિયા રિપોર્ટસ પ્રમાણે પરાગ અગ્રવાલની ટિ્વટરમાંથી ખાલી હાથે વિદાય નહીં થાય. એક રિસર્ચ ફર્મના કહેવા પ્રમાણે અગાઉ થયેલી ડીલ પ્રમાણે પરાગ અગ્રવાલને ૪૨ મિલિયન ડોલર એટલે કે ૩૪૫ કરોડ રુપિયા જેટલી રકમ મળશે.
૨૦૨૧માં પરાગ અગ્રવાલની સીઈઓ તરીકેની કુલ કમાણી ૩૦ મિલિયન ડોલર હતી.ગયા વર્ષે નવેમ્બરમાં પરાગ ટિ્વટરના સીઈઓ બન્યા હતા.તેમને ટિ્વટરના સહ સંસ્થાપક જેક ડોર્સીના રાજીનામા બાદ સીઈઓ બનાવાયા હતા.
મીડિયા રિપોર્ટ અનુસાર પરાગ અને એલન મસ્ક વચ્ચે જાહેરમાં અને ખાનગીમાં પણ બોલાચાલી થઈ હતી.મસ્કે ટિ્વટર પર મુકવામાં આવતી પોસ્ટ પર નજર રાખવાની અને પોસ્ટ હટાવવાની વિજયા ગડ્ડેની નીતિની પણ જાહેરમાં ટીકા કરી હતી.
મસ્કે ટિ્વટરના ટોચના અધિકારીઓ પર બોગસ એકાઉન્ટની સંખ્યાને લઈને પોતાને તેમજ બીજા રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો આરોપ પણ મુકયો હતો.