ભારતમાં ટ્વીટરનું બ્લૂ ટિક સબ્સક્રિપ્શન શરૂ કરાયું
નવી દિલ્હી, ટિ્વટરના માલિક બન્યા બાદ ઈલોન મસ્ક કંપનીની સ્થિતિ સુધારવા માટે અનેક પગલા ભરી રહ્યા છે. આ દરમિયાન કંપની છટણીના દોરનો પણ સામનો કરી ચૂકી હતી. હવે માઇક્રો બ્લૉગિગ પ્લેટફોર્મ ટિ્વટરએ ભારતમાં પણ સબ્સક્રિપ્શન સેવા શરૂ કરી દીધી છે. ભારતમાં ટિ્વટર બ્લૂ ટિક સબ્સક્રિપ્શન માટે અલગ અલગ ચાર્જ વસૂલવામાં આવશે. તેમાં વેબ યૂઝર્સ પાસેથી દર મહિને ૬૫૦ રૂપિયા જ્યારે મોબાઇલ યૂઝર્સ માટે ૯૦૦ રૂપિયા પ્રતિ મહિના ચાર્જ નક્કી કરી દેવાયો છે.
ઈલોન મસ્કે ગત વર્ષે ૪૪ બિલિયન ડૉલરમાં ટિ્વટર કંપનીની ખરીદી લીધી હતી. કંપનીની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેને સુધારવા માટે તેમણે એક પછી એક પેઈડ સર્વિસ ચાલુ કરવાનો ર્નિણય કર્યો હતો. ટિ્વટરે અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને જાપાન સહિત કેટલાક દેશમાં આ સેવા પહેલાથી જ શરૂ કરી હતી. જ્યાં ટિ્વટર બ્લૂ સબ્સક્રિપ્શનનો ચાર્જ વેબ યૂઝર્સ માટે ૮ ડૉલર પ્રતિ મહિના રખાયો છે.
વાર્ષિક સબ્સક્રિપ્શન લેવા પર ૮૪ ડૉલર ખર્ચ કરવા પડે છે. જાેકે હવે ભારતમાં પણ હવે આ સેવાની શરૂઆત થઇ ગઇ છે. માહિતી અનુસાર ભારતમાં ટિ્વટર બ્લૂ ટિક સબ્સક્રિપ્શન સેવા વેબ યૂઝર્સે ૬૫૦ રૂપિયા પ્રતિ મહિના, જ્યારે મોબાઇલ યૂઝર્સ માટે તેનો ચાર્જ ૯૦૦ રૂપિયા પ્રતિ મહિના ચૂકવવો પડશે. જાેકે, વાર્ષિક સબ્સક્રિપ્શન લેવા પર ૬૮૦૦ રૂપિયા આપવા પડશે. ટિ્વટર બ્લૂ સબ્સક્રિપ્શન સાથે યૂઝર્સને બ્લૂ ટિક આપવામાં આવે છે.
આ સાથે યૂઝર્સને ટિ્વટમાં એડિટ કરવા, ૧૦૮૦ॅ વીડિયોમાં વીડિયો અપલોડ કરવા અને રીડર મોડનું એક્સેસ મળશે. તેની સાથે જ ટિ્વટર યૂઝર્સને ઓછી એડ જાેવા મળશે જ્યારે નૉન-સબ્સક્રાઇબર્સને વધુ જાહેરાતો જાેવાનો વારો આવશે. કંપનીએ કહ્યુ કે વેરિફાઇડ યૂઝર્સને ટિ્વટના રિપ્લાય અને ટિ્વટમાં પણ પ્રાયોરિટી મળશે. આટલુ જ નહી આ સર્વિસ લેનારા યૂઝર્સ ૪૦૦૦ શબ્દ સુધીની ટિ્વટને પોસ્ટ કરી શકશે.SS2.PG