બાળકી પર રેપ-હત્યામાં બે આરોપીઓને ફાંસીની સજા
(એજન્સી)નવી દિલ્હી, લુધિયાણામાં એડિશનલ સેશન્સ જજ અમરજીત સિંહની કોર્ટે બાળકી પર રેપના કેસમાં બે આરોપીઓને ફાંસીની સજા સંભળાવી છે. આ મામલો ૨૦૧૯નો છે જ્યારે આરોપીએ એક ૭ વર્ષની બાળકી પર બળજબરીથી રેપ કરીને તેની હત્યા કરી નાખી હતી. Two accused in rape-murder of girl sentenced to death
આ ઘટનાની જાણ થતા ૧૦ માર્ચે બાળકીના પરિવારે દોષિતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ તેની સામે દોરાહા પોલીસ સ્ટેશનમાં ૬ પોસ્કો અને આઈપીસીની કલમ ૩૦૨ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
આ સિવાય બંને આરોપીઓ પર કોર્ટે ૨ લાખ ૨૦ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.આરોપીઓની ઓળખ દોરાહાના રહેવાસી રોહિત કુમાર અને વિનોદ તરીકે થઈ હતી.
આ બંને આરોપીઓ દોરાહા પોલીસ સ્ટેશનના રહેવાસી છે. લગભગ ૪ વર્ષ બાદ કોર્ટે બાળકીને ન્યાય આપ્યો છે.. કોર્ટના ર્નિણયથી પરિવારજનોને સંતોષ થયો હતો અને આવા ગુના કરનારાઓના મનમાં ભયની લાગણી જન્મી હતી.