ખેડા કેમ્પ ખાતે પકડાયેલ અઢી કરોડનો દારૂ બુલડોઝર ફેરવી નાશ કરાયો
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ખેડા જિલ્લામાં આવેલા વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગામના ગુનામાં પોલીસે જપ્ત કરેલ લગભગ અઢી કરોડ રૂપિયા ની કિંમત નો દારૂ આજે ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં ખેડા કેમ્પ ખાતે બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ખેડા જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અન્ય જિલ્લા કરતા વધુ પ્રમાણમાં થતી હોય છે જિલ્લાની પોલીસ સતત વોચ રાખીને આ દારૂના જથ્થાને પકડી પાડે છે છતાં પણ દારૂની માંગને પહોંચી વળવા માટે બુટલે ગરો જિલ્લામાં દારૂ ઘુસાડતા હોય છે
ખેડા જિલ્લા પોલીસે પકડી પડેલ લગભગ રૂપિયા અઢી કરોડનો દારૂ આજે ખેડા જિલ્લા ના ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં ખેડા કેમ ખાતે ભેગું કરીને તેની ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું જેના કારણે દારૂની નદી વહેતી હોય તેવું દેખાતું હતું
નડિયાદ વિભાગીય પોલીસ અધિકારની કચેરીના તાંબામાં આવેલા લીંબાસી અને માતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ૬૭ ગુનામાં પકડાયેલ ૫૪૩૬૬ બોટલો રૂપિયા ૧.૪૦ કરોડ, પશ્ચિમ રેલવે માંથી પકડાયેલ ૬૮,૦૦૦ નો દારૂ તેમજ ખેડા ટાઉનના ૨૮ ગુનામાં પકડાયેલ ૨૧૮૬૭ બોટલ કિંમત રૂ ૫૫ ૨૪,૭૨૦ અને મહેમદાવાદ પોલીસ મથકમાં નોંધાયેલા ૩૨ ગુનામાં પકડાયેલ ૨૦, ૫૦૩ બોટલ કિંમત ૬૬.૫૦ લાખ નો દારૂ મળી લગભગ રૂપિયા અઢી કરોડનો દારૂ નાશ કરવામાં આવ્યો હતો