સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂ ભરીને ડિલીવરી કરે તે પહેલાં બે બુટલેગરો ઝડપાયા
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જિલ્લાના સરહદી તાલુકાઓના બે ખેપિયાઓ સ્વિફ્ટ ડિઝાયર કારમાં વિદેશી દારૂ ભરીને ડીલેવરી કરે તે પહેલાં ધનસુરા પોલીસે મુદ્દામાલ સહિત દબોચ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
વધુ પ્રાપ્ત વિગતો મુજબ ધનસુરા પોલીસને અગાઉથી મળેલી બાતમી મુજબ ધનસુરા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ધનસુરા ચાર રસ્તા પાસેથી પસાર થતી સ્વીફ્ટ ડિઝાયર કાર શંકા૩ લાગતાં તેને અટકાવી કોર્ડન કરી લઈ કારની તલાસી લેતા કારમાં વિદેશી દારૂ ભરેલા થેલા જાેવા મળતાં ધનસુરા પોલીસ ચોંકી ગઈ હતી
કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ. ૧૬૦ કિંમત રૂપિયા ૨૭૨૦૦ /-, મોબાઈલ, કાર મળી કુલ રૂપિયા ૪,૨૮,૭૦૦/- ના મુદ્દામાલ સાથે અરવલ્લીના સરહદી તાલુકાના બે ખેપીયા (૧)કમલેશ સોમાભાઈ ડામોર રહે. લીંબોદરા તા. મેઘરજ (૨) જેસિંગ ઉર્ફે કાળુ ભગા મારવાડી રહે.
જીતપુર તા. માલપુરની ધરપકડ કરી જેલ હવાલે કરી વિદેશી દારૂ ભરી આપનાર અને વેચાણ માટે મંગાવનાર મયો રહે. ડચકા તા. મેઘરજ અને અંકિત ગોસ્વામી સામે પ્રોહિબિશન એક્ટની કલમો મુજબ ગુનો નોંધી વધુ તપાસ ધનસુરા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ જે દેસાઈએ હાથ ધરી છે.