‘ભાજીપાંવ ખરાબ હતા’ કહી બે ભાઈએ મળી કારીગર પર હુમલો કરી લૂંટ ચલાવી
અમરાઈવાડીનો ચોંકાવનારો બનાવઃ બંન્નેે યુવકેે ભાજીપાંવની લારી પર તોડફોડ કરી આતંક મચાવ્યો
(એજન્સી) અમદાવાદ, ‘ભાજી પાંવ ખરાબ હતા’ એમ કહીને બે ભાઈઓએ ભાજીપાંવની લારી ચલાવતા યુવક અને કારીગરને માર મારી પાંચ હજાર રૂપિયાની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી હતી. ક્વોલિટી ખરાબ હોવાનું કહીે હુમલાખોર યુવકે ૧૦૦ રૂપિયા પરત માંગ્યા હતા. two brothers attacked and looted
ભાજીપાંવની લારીના માલીકે રૂપિયા પરત આપવાની જગ્યાએ બીજી ભાજીપાંવ બનાવી આપવાનું કહેતા મામલો બિચક્યોહ તો. યુવકે તેના ભાઈને બોલાવી દીધો હતો. ત્યારબાદ ભાજીપાંવની લારીમાં તોડફોડ કરી દીધી હતી.
અમરાઈવાડી વિસ્તારમાં આવેલા શુકલા મંગલદાસની ચાલીમાં રહેતા અને ભાજીપાંવ તથા ચાઈનીઝ લારી દ્વારા પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવતા વિનોદ ગુપ્તાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં વિકાસ ઉર્ફે વિક્કી અગ્રવાલ તેમજ તેના ભાઈ શિવમ અગ્રવાલ(બંન્ને રહેવાસી સંજયનગર, અમરાઈવાડી) વિરૂધ્ધ લૂંટ તેમજ મારામારીની ફરીયાદ કરી છે.
શનિવારના દિવસે વિનોદ ધંધો પર હાજર હતો ત્યારેેે રાતના દસેક વાગ્યાના અરસામાં વિકાસ ઉર્ફે વિક્કી ભાજીપાંવ લેવા માટે આવ્યો હતો. વિનોદે ભાજીપાંવ પાર્સલ કરી આપતા વિકાસ ત્યાંથી ઘરે જતો રહ્યો હતો. બીજા દિવસે એટલે કે ગઈકાલેે વિકાસ ફરી વિનોદની લારી પર આવીને કહેવા લાગ્યો હતો કે
ગઈકાલેે હું જે ભાજીપાંવ લઈ ગયો હતો તે ખરાબ નીકળ્યા હતા. જેથી તું મને મારા ૧૦૦ રૂપિયા પરત આપી દે. આથી વિનોદે રૂપિયા આપવાનો ઈન્કાર કરી દીધો હતો. અને ૧૦૦ રૂપિયા પરત આપવાની જગ્યાએેેે બીજા ભાજીપાંવ બનાવી આપવાનું કહ્યુ હતુ.
ત્યારબાદ વિકાસ ભાજીપાંવ લેવાની ના પાડીને વિનોદને ગાળો બોલી માર મારવા લાગ્યો હતો. દરમ્યાન વિનોદનો કારીગર તેને છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો. વિકાસ તેના ભાઈ શિવમને ફોન કરી બોલાવી લીધો હતો. જેથી તે છરી લઈને આવ્યો હતો. વિકાસ અને શિવમે ભેગા મળીને વિનોદના કારીગરને માર માર્યો હતો.
તેમજ વિનોદ ઉપર પણ હુમલો કર્યો હતો. આ દરમ્યાન બંને ભાઈઓએે લારીમાં રહેલા પાંચ હજાર રૂપિયા લૂંટી લીા હતા અને લારી ઉંધી પાડી દીધી હતી. શિવમે છરી મારવાની કોશિષ કરી પરંતુ તે બચી ગયો હતો. બુમાબુમ થતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. જેથી વિકાસે અને શિવમ નાસી ગયા હતા. વિનોદેેે આ મામલે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં બે ભાઈઓ વિરૂધ્ધ લૂંટ તેમજ મારામારીની ફરીયાદ નોંધાવી હતી.