કોડીનારના માઢવાડ બંદરે બે બાળકો દરિયામાં ડૂબ્યા

કોડીનાર, કોડીનાર તાલુકના માઢવાડ બંદરે બે બાળકો રમતા રમતા દરિયામાં ડૂબ્યા હતાં. ભારે જહેમત બાદ તેમના મૃતદેહ મળતા ગામ હીબકે ચડયું હતું.શાળાએથી છુટીને દરિયા કાંઠે થરમોકોલ ઉપર બેસી રમતા રમતા હતા. આ સમયે થોડો તેજ પવન હોવાના કારણે બંને બાળકો દરિયાની અંદર તણાયા હતાં.
કોડીનાર તાલુકાના માઢવાડ ગામે કરૂણ ઘટના સામે આવી છે. ગઈકાલ સાંજે ૫ કલાકે બાળકો સાહિલ જયંતીભાઈ પાંજરી (ઉ.વ. ૮) અને દેવરાજ વિજયભાઈ ગોહિલ (ઉ.વ. ૧૨) શાળાએથી છુટીને દરિયા કાંઠે થરમોકોલ ઉપર બેસી રમતા રમતા હતા.
આ સમયે થોડો તેજ પવન હોવાના કારણે બંને બાળકો દરિયાની અંદર તણાયા હતાં. જેની જાણ સામે ઉભેલા એક યુવકને થતા ગામ લોકોને વાત કરી હતી.સાંજે ૬ કલાકે સમગ્ર ગામના માછીમાર યુવાનો દ્વારા બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
આશરે ૧૦૦થી પણ વધારે ફિસીંગ જાળ સમુદ્રમાં બિછાવી બળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. રાત્રિનાં ૧૦.૩૦ કલાકે સાહિલ નામના બાળકની લાશ જાળમાં ફસાઈ હતી. જેને બહાર કાઢવામાં આવી હતી. જયારે રાત્રે ૧૨ કલાક આસપાસ બીજા બાળક દેવરાજની લાશ પણ સમુદ્રમાંથી મળી આવતા ગામ આંખો હીબકે ચડયું હતું.SS1MS