ઉદયપુરના બે મૌલવીએ હત્યાના આરોપી મોહમ્મદ ગૌસને પાકિસ્તાન મોકલ્યો હતો

Udaipur.
કન્હૈયાલાલ હત્યા કેસનો આરોપી ટ્રેનિંગ માટે પાકિસ્તાન ગયો હતો
(એજન્સી) ઉદયપુર, કન્હૈયાલાલ હત્યા કેસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ઉદયપુરના બે મૌલવી રિયાસત હુસૈન અને અબ્દુલ રઝાકે હત્યાના આરોપી મોહમ્મદ ગૌસને દાવત-એ-ઈસ્લામીની તાલીમ માટે પાકિસ્તાન મોકલ્યો હતો. ગૌસની સાથે વસીમ અત્તારી અને અખ્તર રઝા પાકિસ્તાન ગયા હતા.The accused in the Kanhaiyalal murder case had gone to Pakistan for training
હાલ ત્રણેયને NIA કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બે મૌલાના અને બે વકીલ પણ આ કાવતરામાં સામેલ છે, તેમને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીઓની એક મીટિંગ થઈ હતી જેમાં રિયાઝ અત્તારીએ ટેલર કન્હૈયાલાલની હત્યાની જવાબદારી લીધી હતી.
આ મીટિંગમાં રિયાઝ, મોહમ્મદ ગૌસ, આસિફ અને મોહસીન હાજર હતા. કન્હૈયાલાલની દુકાનથી માત્ર ૫૦૦ દૂર પડોશમાં મોહસીનની દુકાન અને આસિફના રૂમમાં હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. ટેલર કન્હૈયાલાલની હત્યાના ચાર આરોપીઓને શનિવારે NIAકોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે હત્યામાં સંડોવાયેલા બે આરોપી રિયાઝ, મોહમ્મદ ગૌસની ધરપકડ કરી લીધી હતી. બંને આરોપીઓએ હત્યા કર્યા બાદ વીડિયો શેર કર્યો હતો. પછી રાજસ્થાન NIAએ શુક્રવારે
અન્ય બે આરોપી મોહસીન અને આસિફની ધરપકડ કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કન્હૈયા લાલની હત્યામાં જે ખંજરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે ઉત્તર પ્રદેશના કાનપુરથી આવ્યું હતું. આ હથિયારોને ઉદયપુરમાં એસકે એન્જિનિયરિંગ નામની ફેક્ટરીમાં ધાર કાઢવામાં આવી હતી.
આ હથિયારોની તસવીર એક વોટ્સએપ ગ્રુપમાં શેર કરવામાં આવી હતી, જેમાં પાકિસ્તાનના કેટલાક નંબરો જાેડાયેલા હતા. આ ખુલાસા બાદ હત્યારાઓનું પાકિસ્તાન કનેક્શનનો મામલો વધુ નક્કર બન્યો. તમને જણાવી દઈએ કે કાનપુરમાં જ દાવત-એ-ઈસ્લામિયા નામના પાકિસ્તાની કટ્ટરપંથી સંગઠનનું મુખ્યાલય છે.
અત્યાર સુધીની તપાસમાં ગોસ મોહમ્મદને કન્હૈયા લાલની હત્યાના કાવતરાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે, જેને રિયાઝ અને અન્ય લોકોની મદદથી અંજામ આપવામાં આવ્યું હતું.