ભોજનમાંથી મળ્યો ઉંદર; બે કૂક અને એક મેનેજરની ધરપકડ
રેસ્ટોરાંના વકીલે ફરિયાદીઓ પર વળતો આરોપ લગાવતા તેમણે પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હોવાનું કહ્યું હતું
રેસ્ટોરાંના બે રસોઈયા અને મેનેજરની ધરપકડ બાદ જામીન પર છુટકારો
મુંબઈ, સોમવારે ભોજનમાંથી કથિત રીતો ઉંદર મળી આવ્યા બાદ બાંદ્રા પોલીસે રેસ્ટોરન્ટના બે કૂક અને એક મેનેજરની ધરપકડ કરી હતી. મંગળવારે ત્રણેયને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. આ દરમિાન રેસ્ટોરાંના વકીલે જણાવ્યું હતું કે, ફરિયાદીઓએ ખંડણી લેવામાં નિષ્ફળ ગયા બાદ ફરિયાદ દાખલ કરાવી હતી અને તેમનો હેતુ રેસ્ટોરન્ટની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો હતો. two cooks and a manager arrested after Rat found in food
એક સીનિયર બેંક મેનેજર અને તેમના મિત્રએ સોમવારે નોંધાવેલી તેમની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રવિવારે રાતે પાલી નાકા પાસે આવેલા પાપા પંચો દા ઢાબામાં ચિકન ડિશમાં ‘ઉંદરનું માંસ’ જાેઈને ચોંકી ગયા હતા. ફરિયાદના આધારે બાંદ્રા પોલીસે કૂક અને મેનેજરની ધરપકડ કરી હતી અને બાદમાં જામીન પર છોડવામાં આવ્યા હતા. કથિત ઘટના રવિવારે રાતે આશરે ૧૦.૧૫ વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે ગોરેગાંવના (પૂર્વ) બેંકર અનુરાગ સિંહ (૪૦) અને તેમના મિત્ર અમીન ખાન (૪૦) રેસ્ટોરાંમાં ગયા હતા.
કૂક નારાયણ દાસ અને સંજીવ કર તેમજ મેનેજર વિવિયન સિકેરા સામે આઈપીસીની કલમ હેઠળ વેચાણ માટે બનાવાયેલ ખાદ્યપદાર્થો અથવા પીણામાં ભેળસેળ કરવી, જીવન અથવા અન્યની વ્યક્તિગત સુરક્ષાને જાેખમમાં મૂકતું કૃત્ય અને સામાન્ય ઈરાદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ‘જે ડિશમાંથી ઉંદર મળી આવ્યો હતો તેને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનમાં તપાસ માટે મોકલમાં આવી હતી.
જે બાદ મેનેજર અને કૂકની ધરપકડ થઈ હતી’, તેમ બાંદ્રા પોલીસ સીનિયર ઈન્સપેક્ટર સંજય મરાઠેએ જણાવ્યું હતું. સિકેરાએ જણાવ્યું હતું કે, તે એક જૂની રેસ્ટોરાં છે અને અત્યારસુધીના ૨૨ વર્ષના ઈતિહાસમાં આવી કોઈ ઘટના બની હતી. ‘જ્યારે ડિનર પીરસવામાં આવ્યું ત્યારે હું રેસ્ટોરાં પર નહોતો. હું ઘરે જઈ રહ્યો હતો પરંતુ પૂછપરછનો જવાબ આપવા માટે પાછો આવ્યો હતો. બંને ગ્રાહકો નશાની હાલતમાં હતા અને સર્વરે તેમને દારુ પીતા જાેયા હતા.
તેણે વાંધો ઉઠાવ્યો હતો કારણ કે અમે દારુ વેચતા નથી. બંનેએ જાણીજાેઈને અમારી પાસેથી પૈસા પડાવવા માગતા હતા અને તેથી ફરિયાદ કરી હતી. ફૂડ ચેક કરવામાં આવે છે અને તેને માઈક્રોવેવ કરવામાં આવે છે. તેથી, આવું ક્યારેય થતું નથી. રેસ્ટોરન્ટના વકીલ દેવરાજ ગોરે જણાવ્યું હતું કે, બંને નશામાં હતા અને બંને લગભગ પોતાનું ભોજન પતાવી ચૂક્યા હતા, ત્યારે ઉંદર તરફ ઈશારો કરીને મામલો થાળે પાડવા માગે છે કે કેમ તેમ કહીને પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. રેસ્ટોરાંની પ્રતિષ્ઠાને ખરાબ કરવા માટે તેમણે આમ કર્યું હતું. ૨૨ વર્ષમાં આજ સુધી ક્યારેય પણ રેસ્ટોરાંએ ફરિયાદનો સામનો કરવો પડ્યો નથી.ss1