બે સગા ભાઇઓ પડદા પર બન્યા વિલન, હિરો પણ ફિક્કો પડ્યો
મુંબઈ, ૭ વર્ષ પહેલા ઋતિક રોશન અભિનીત ફિલ્મ રિલીઝ થઈ હતી, જેમાં એક નહીં પરંતુ બે વિલન હતા. બંને ભાઈઓએ સાથે મળીને પડદા પર પોતાની ખલનાયકીથી ચાહકોનું દિલ જીતી લીધું હતું. આ ફિલ્મને દર્શકોએ ખૂબ વખાણી હતી અને બોક્સ ઓફિસની કમાણી પણ જોરદાર રહી હતી. આ ફિલ્મનું નામ છે ‘કાબિલ’. વર્ષ ૨૦૧૭માં રિલીઝ થયેલી ‘કાબિલ’ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.
આ ફિલ્મમાં ઋતિક રોશને મુખ્ય ભૂમિકા ભજવી હતી. જ્યારે તેની સામે યામી ગૌતમ જોવા મળી હતી. ઋતિક રોશનની ફિલ્મ ‘કાબિલ’માં રોહિત રોય અને રોનિત રોય ખતરનાક વિલનની ભૂમિકામાં જોવા મળ્યા હતા. બંનેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા.
રસપ્રદ વાત એ છે કે ફિલ્મમાં રોહિત અને રોનિતે રિયલ ભાઈઓની ભૂમિકા પણ ભજવી હતી. આ ફિલ્મની વાર્તા રોહન ભટનાગર (ઋતિક રોશન)ની આસપાસ ફરે છે, જેની પત્ની સુપ્રિયા (યામી ગૌતમ) સાથે અમિત (રોહિત રોય) તેના એક મિત્ર સાથે મળીને દુષ્કર્મ કરે છે.
અમિતનો ભાઈ માધવ રાવ (રોનિત રોય) શક્તિશાળી નેતા છે, તેથી પોલીસવાળા પણ રોહનની વાત સાંભળતા નથી. આ પછી સુપ્રિયા કંટાળીને આત્મહત્યા કરી લે છે. ફિલ્મની વાસ્તવિક વાર્તા અહીંથી શરૂ થાય છે. પછી રોહન એક પછી એક બધાનો બદલો લે છે.
સંજય ગુપ્તા દ્વારા દિગ્દર્શિત ‘કાબિલ’ દર્શકોને અંત સુધી જકડી રાખે છે. તેની રિલીઝ પછી ‘કાબિલ’ને દર્શકો તેમજ વિવેચકો દ્વારા વખાણવામાં આવી હતી. તેણે બોક્સ ઓફિસ પર ખર્ચ કરતાં ૫ ગણી વધુ કમાણી કરીને નિર્માતાઓના ખિસ્સા ભરી દીધા હતા.
સૅકનિલ્કના રિપોર્ટ અનુસાર, ઋતિક રોશનની ફિલ્મ ‘કાબિલ’ ૩૫ કરોડ રૂપિયાના બજેટમાં બની હતી. ઋતિક રોશન, રોનિત રોય અને રોહિત રોયની ફિલ્મ ‘કાબિલ’એ ભારતમાં ૧૦૪ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મે વિશ્વભરમાં ૧૭૮ કરોડ રૂપિયાનું જોરદાર કલેક્શન કર્યું હતું.SS1MS