શ્રીમતી મણિબા ચુનીલાલ પટેલ સંસ્કાર વિદ્યા ભવન ખાતે બે દિવસીય વાર્ષિક મહોત્સવની ઉજવણી
(પ્રતિનિધિ) ભરૂચ, શ્રીમતી મણિબા ચુનીલાલ પટેલ સંસ્કાર વિદ્યા ભવન ખાતે બે દિવસીય વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ અવસરે શાળાના બાળકો Beauty of Indian Culture અને Navras the Beauty of Emotions ની થીમ સાથે વિવિધ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.આ અવસરે સંસ્કાર ભારતી ટ્રસ્ટ પ્રમુખ ઉપેન્દ્ર રુંગટા અને ભૂતપૂર્વ વિદ્યાર્થીની ડૉ.આકાંક્ષા જાલંધરા,રમતવીર મનીષા વાળા અને સંસ્કાર ભારતી ટ્રસ્ટના ટ્રસ્ટી જુગલ કિશોર રુઈયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાઈમરીના વિદ્યાર્થીઓએ Navras the Beauty of Emotions ની થીમને અમૂલ્ય રીતે વર્ણવી હતી.વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમોની હારમાળા નવરસના ઉમંગથી સમૃદ્ધ બનીને પ્રેક્ષકો માટે આનંદદાયક બની હતી. વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રતિભા અને સ્ટાફ સભ્યોની સમર્પિત સેવા દર્શાવતો સન્માન સમારોહ પ્રશંસાને પાત્ર રહ્યો હતો.
આ અવસરે ભૂતપૂર્વ વિદ્યાર્થી રાહુલ ઉપાધ્યાય અતિથિ વિશેષ રહ્યા હતા.આ કાર્યક્રમમાં જે.કે.રૂઈયા ટ્રસ્ટી સંસ્કાર ભારતી ટ્રસ્ટ,નિકી એચ મહેતા ટ્રસ્ટી જે.બી.મોદી વિદ્યાલય,શર્મિલા દાસ પ્રિન્સિપાલ અને એડમિનિસ્ટ્રેટર શ્રીમતી મણિબા ચુનીલાલ પટેલ સંસ્કાર વિદ્યા ભવન, ટી કે દાસ, મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી વીકે મોદી એન્ટરપ્રાઈઝ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.જાસ્મીન મોદી એડમિનિસ્ટ્રેટર રાધા બાલ વાટિકા,કુલવંત મારવાલ એડમિનિસ્ટ્રેટર રૂંગટા વિદ્યા ભવન,ફાલ્ગુની નાયક પ્રિન્સિપાલ જે બી મોદી વિદ્યાલય અને પ્રશાંત રૂઈયા એ કાર્યક્રમમાં હાજરી આપી બાળકોની પ્રોત્સાહિત કર્યા હતા.