મેક્સિકન નેવીનું જહાજ ન્યૂયોર્કના બ્રુકલિન પુલ સાથે ટકરાતા બેનાં મોત

વોશિંગ્ટન, અમેરિકાના ન્યૂયોર્કમાં મેક્સિકન નેવીનું ટ્રેઇનિંગ જહાજ કુઆઉતેમોક ઇસ્ટ રિવર પર બનેલા બ્રુકલિન બ્રિજ સાથે ટકરાયું હતું. આ દુર્ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં જહાજનો ઉપરીનો ભાગ બ્રિજથી ટકરાતો જોઈ શકાય છે.
ન્યૂયોર્કના મેયરે જણાવ્યું કે જહાજ ટકરાવની દુર્ઘટનામાં ૧૯ લોકો ઘાયલ થયા છે અને બે લોકોના મોત થયા છે. અન્ય બે ઘાયલ થયેલાની હાલત ગંભીર છે. ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટના કહેવા મુજબ, આ દુર્ઘટના શનિવારે સાંજે ૮ઃ૩૦ કલાકે બની છે.
મીડિયા રિપોર્ટ મુજબ, કુઆઉતેમોક પર ૨૭૭ ક્‰ મેમ્બર હતા. આ જહાજ ન્યૂયોર્કમાં એક ળેન્ડલી ટૂર પર આવ્યું હતું. ન્યૂયોર્ક ઈમરજન્સી ક્રાઇસિસ મેનેજમેન્ટ એજન્સીએ કહ્યું કે અમે આ દુર્ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. બ્રિજના ડેકની ઊંચાઈ ૧૨૭ ફૂટ છે જ્યારે જહાજના ટાવર(મસ્તૂલ)ની ઊંચાઈ ૧૫૮ ફૂટ છે.
જહાજ અને બ્રિજના ડેકની ઊંચાઈમાં લગભગ ૩૧ ફૂટનું અંતર હતું, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ જહાજ ન્યૂયોર્ક પિયર ૧૭થી આઇસલેન્ડ તરફ જઈ રહ્યું હતું. આ દુર્ઘટનામાં ૧૪૨ વર્ષ જૂના બ્રુકલિન બ્રિજને મોટું નુકસાન થયું હતું.બ્રુકલિન બ્રિજનું નિર્માણ ઇ.સ.૧૮૮૩માં થયું હતું. આ લગભગ ૧૬૦૦ ફૂટ લાંબો બ્રિજ છે અને બે પથ્થરના ટાવરો પર ટકેલો છે.
શહેરના ટ્રાન્સપોર્ટ વિભાગના જણાવ્યા મુજબ, રોજ એક લાખથી વધુ વાહનો અને લગભગ ૩૨૦૦૦થી વધુ પદયાત્રીઓ આ બ્રિજ પરથી પસાર થાય છે.SS1MS