PM મોદીએ રોબોટિક ગેલેરી ખાતે રોબોટ દ્વારા પીરસાયેલી ચાનો સ્વાદ માણ્યો
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણીનો સાયન્સ સીટીથી પ્રારંભ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘એક્વાટિક ગેલેરી’, રોબોટીક ગેલેરી, કેક્ટસ ગાર્ડનની મુલાકાત લીધી
Exploring serenity and the splendid biodiversity at the Nature Park! pic.twitter.com/PWt629EZbl
— Narendra Modi (@narendramodi) September 27, 2023
અમદાવાદ: બુધવાર 27મી સપ્ટેમ્બર, 2023ના રોજ અમદાવાદની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રીએ ગુજરાત સાયન્સ સિટીની મુલાકાત દરમ્યાન ‘એક્વાટિક ગેલેરી’ની મુલાકાત લઈ જળચર જૈવ વિવિધતાનું નિદર્શન કર્યું હતું
આ ઉપરાંત કેક્ટ્સ ગાર્ડન, ઓક્સિજન પાર્ક સહિત વિવિધ પ્રકલ્પોની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીએ સાયન્સ સિટીની રોબોટિક ગેલેરી ખાતે રોબોટ દ્વારા પીરસાયેલી ચાનો સ્વાદ માણ્યો.
ગુજરાતના ઔદ્યોગીક વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબીત થયેલા તથા રાજયમાં રોજગાર અને કૌશલ્ય વિકાસ માટે પણ યોગદાન આપનાર તથા ખાસ કરીને વૈશ્વીક સ્તરે ગુજરાતને ઔદ્યોગીક નકશા પર મુકનાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટના 20 વર્ષની ઉજવણીના ભાગરૂપે બુધવાર તા. 27મી સપ્ટેમ્બર, 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં સાયન્સ સીટીમાં ટોચના ઉદ્યોગપતિઓને સંબોધન કરતા જણાવ્યું કે ગુજરાતે સમગ્ર દેશને વાઈબ્રન્ટ સમીટની પ્રેરણા આપી છે અને 2003થી ગુજરાતમાં યોજાઈ હતી.
वैश्विक मंदी के बीच 2009 के Vibrant Summit में हुआ ये कमाल…#20YearsOfVibrantGujarat pic.twitter.com/jsNpFYXRXb
— BJP Gujarat (@BJP4Gujarat) September 27, 2023
મને યાદ છે કે 2009માં વાઈબ્રન્ટ ગુજરાતનું આયોજન કરવામાં આવ્યુ હતું ત્યારે વૈશ્વિક મંદી હતી. મને ઘણાં અધિકારીઓએ જણાવ્યું કે અત્યારે આયોજન કરવું યોગ્ય નથી, આ કાર્યક્રમ ફ્લોપ થશે કોઈ આવશે નહિં. પરંતુ મેં કહ્યું જી નહીં, આ રોકાશે નહિં. બહુ બહુ તો શું થશે વિફળ થશે. અને 2009ની વાઈબ્રન્ટ સમિટમાં સફળતાનું એક નવું અધ્યાય જોડાયું.
2003ની સાલમાં યોજાયેલા આ વાઈબ્રન્ટ સમીટના કારણે દેશના ઉદ્યોગ ક્ષેત્રમાં વિદેશી રોકાણને પણ તક મળી છે તેમજ રોજગારી સર્જનથી લઈ નવી ટેકનોલોજી અને નવા કૌશલ્યનો લાભ ગુજરાતે દેશને આપ્યો છે. શ્રી મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા.
Live: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણીનો સમારોહ. સ્થળ : સાયન્સ સિટી, અમદાવાદ #20YearsOfVibrantGujarat https://t.co/V4LJIc5M4g
— CMO Gujarat (@CMOGuj) September 27, 2023
તે સમયે 23 સપ્ટે. 2003ના રોજ પ્રથમ વાઈબ્રન્ટ સમીટ યોજાઈ હતી જેને 20 વર્ષ પુરા થતા ખાસ ઉજવણી યોજાઈ છે જેમાં રાજયપાલ દેવવ્રત પાઠક, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા તેમના મંત્રીમંડળના સભ્યો તેમજ ટોચના આમંત્રીત ઉદ્યોગપતિઓ હાજર હતા. વડાપ્રધાને આજે અહી વાઈબ્રન્ટ સમીટ પેવેલીયનને ખુલ્લી મુકી હતી જયાં રાજયનાં વાઈબ્રન્ટ સમીટની યાદ તાજી થઈ છે.
Two Decades of Vibrancy and Vision!
Over the years, Gujarat has exemplified vibrancy, vision, growth, inclusivity, and innovation. The Vibrant Gujarat Summit has been the catalyst for a new model of development.#VibrantGujarat#VibrantGujaratSummit#20YearsOfVibrantGujarat pic.twitter.com/i9Vs7oRryb
— MyGovIndia (@mygovindia) September 27, 2023