બરોડા ડેરીના બે કર્મચારીઓ વ્યાજખોરીમાં સપડાયા

પ્રતિકાત્મક
પોલીસે ફરીયાદના આધારે ગુનો નોધી વધુ તપાસ સાથે વ્યાજખોરોની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા
વડોદરા, બરોડા ડેરીના એક કર્મચારીઓએ ડેરીના અત્ય કર્મચારીઓ પાસેથી પરીવારના સભ્યોની સારવાર માટે પ ટકાના વ્યાજે ર૧ લાખ લીધા હતા. Two employees of Baroda Dairy were involved in usury
જેની સામે વ્યાજ અને મુદલ સહીત ૪પ લાખની રકમ ચુકવી દીધા બાદ પણ વધુ રકમ બાકી કાઢી મકાનનું જબરદસ્તીમાંથી બાનાખત લખાવી લેતાં તેમજ આપેલ ચેકની કોર્ટમાં ફરીયાદ કરી વધુ રૂપિયાની માંગણી કરતા વ્યાજખોરો સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયયાદ નોધાવતા પોલીસે બંને વ્યાજખોરો સામે ગુનો નોધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
વિગતો જાેતા બરોડા ડેરીમાં માર્કેટીગ ડીપાર્ટમેન્ટમાં સીનીયર આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા યક્ષેશભાઈ ગોવિંદભાઈ શાહ બાજવાડામાં આવેલ શ્રીીજી ભંજન ફલેટમાં પરીવાર સાથે રહે છે. તેમને નોધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ વર્ષ ર૦૧૩ માં માતાપિતા તથા દાદી અવારનવાર બીમાર રહેતાં હોસ્પિટલના ખર્ચા વધુ થવાથી
અને પૈસાની જરૂરીયાયત ઉભી થતાં બરોડા ડેરીના મીલ્ક બાર સેકશનમાં નોકરી કરતાં અતુલ દામોદર બારોટ રહે. સરસ્વતી ટાઉનશીપ મકરપુરા પાસેથી રૂાપિયા ૧,પ૦,૦૦૦ અને નતાશાપાર્ક રોહીત ડાહ્યાભાઈ પટેલ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા.
ત્યારબાદ હોસ્પિટલના ખર્ચા વધુ થતાં ટુકડે ટુકડે બીજા ૧૧.પ૦ લાખ અને રોહીત પટેલે પાસેથી પ ટકા વ્યાજે વધુ ૯.પ૦ લાખ લીધા હતા. યક્ષેશભાઈ પ્રતીમાસ રેગ્યુલર વ્યાજખોરોને વ્યાજ ચુકવતા હતા.
ગત એપ્રીલ ર૦રર સુધીમાં અતુલ બારોટને વ્યાજ તથા મુદલ સહીતી રપ લાખ અને ડાહ્યાભાઈ પટેલને મુદલ વ્યાજ સાથે રૂપિયયા ર૦ લાખ ચુકવી દીધા હતા તેમ છતાં બંને વ્યાજખોરોએ યક્ષેશભાઈ સાથે વધુ રૂપિયાની માંગણી કરી ઝઘડો કરી મારું એટીએમ કાર્ડ લઈ દર મહીને પગારમાંથી કાર્ડ લઈ દર મહીને પગારમાંથી ૩૦ હજાર ઉપાડી લેતાં હતાં
અને બાકીના રૂપિયાયના બહાને બાજવાડા ખાતેના મકાનનું બાનાખત પણ હર્ષાબેન રમણભાઈ અઅમીન રહે. વૃંદાવન કોમ્પ્લેક્ષ માણેજા ના નામે બાનાખત કરાવી લીધું હતું. ત્યારબાદ પણ વ્યાજખોરો અતુલ પટેલે વધુ રૂપિયા ૧૮ લાખ અને ડાહયાભાઈ એ ૯.પ૦ લાખની માંગણી કરી હતી.
અને કોરા ચેક પર સહીઓ કરાવી બેકમાં ભર્યા હતા જે બેકમાંથી રીટર્ન થતા મારીને સામે કોર્ટમાં ફરીયાદો કરી હતી જેથી વ્યાજખોરોના ત્રાસથી છુટકારો મેળવવા અંતે યક્ષેશભાઈ અતુલ પટેલ અને ડાહ્યાભાઈ પટેલ સામે પોલીસ ફરીયાદ નોધાવી હીત. પોલીસે ફરીયાદના આધારે ગુનો નોધી વધુ તપાસ સાથે વ્યાજખોરોની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.