Western Times News

Gujarati News

નવસારીમાં યુરિયા ખાતર કૌભાંડમાં બે કર્મચારી સસ્પેન્ડ

પ્રતિકાત્મક

નવસારી, નવસારી જીલ્લામાં સમસ્ત્‌ તાલુકાના અલીપોર ગામેથી કાળા બજારમાં જતુ ખેડૂતો માટેનું સબસીડીવાળુ રૂા.૮૮.૩પ લાખનું યુરિયા ખાતર સગેવગે કરવાના કિસ્સામાં ગુજરાત રાજ્ય નિયમો મુજબ ફરજ પ્રત્યેે બેદરકારી દાખવનાર નાયબ ખેતી નિયામક પ્રફુલ્લ આર.ચૌધરી અને પીપલીના ખેતી અધિકારી ત્રિપલેશ કે. પટેલને તાત્કાલિક અસરથી મોકૂફ કરવામાં આવ્યા છે.

મળેલી માહિતી અનુસાર આલીપોર (ખુેંધ) ગામે આવેલી આદિત્ય ઈન્ડસ્ટ્રીઝ અને વિન્ડસન કેમિકલ પ્રા.લી. તથા થાણા નેશનલ હાઈવે નં.૪૮પર શિવકૃપા હોટલના કમ્પાઉન્ડમાં પાડેલા દરોડામાં ૬ અલગ અલગ વાહનોમાંથી શંકાસ્પદ યુરિયા ખાતરનો અંદાજે રૂા.૮૮.૩૭ લાખની કિંમતનો રૂા.૧.૪ર લાખ કિલોનો ર૯પર બેગનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. જેેથી પોલીસ મથકમાં ખેતી અધિકારી ત્રિપલેશ કે. પટેેલે ફરીયાદ નોંધાવી હતી.

પોલીસ સાથેેે રાજ્ય સરકારના ખેતી વિભાગે પણ તપાસ હાથ ધરતા યુરિયા ખાતરના અનઅધિકૃત વપરાશ નિકાસ મામલેે ફરજ પ્રત્યેેે લાપરવાહી જણાતા ઉપરોક્ત અધિકારી ઉપર આ પગલુ ભરવામાં આવ્યુ છે. ખેત વપરાશના બદલે ઔદ્યોગિક એકમ સુધી પહોેચેલા યુરીયા ખાતરનો જથ્થો કઈ સરકારી મંડળી કે એગ્રો સેન્ટરમાંથી આવ્યો તે તપાસમાં ખુલે એ જરૂરી છે.

તંત્ર દ્વારા નિષ્પક્ષ અને તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો હજુ સહકારી રાજકીય વ્યક્તિઓના નામો પણ બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે. સબસીડીવાળી ર૬૬ યુરિયાની બેગનું વેચાણ બજારમાં રૂા.૧પ૦૦માં થતુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.