Western Times News

Gujarati News

રાજધાની એક્સપ્રેસમાં ફરજ બજાવતા બે કર્મચારીઓ દારુની હેરાફેરી કરતા ઝડપાયા

અમદાવાદ, રાજધાની એક્સપ્રેસમાં ફરજ બજાવતા બે કર્મચારીઓ દારુની હેરાફેરી કરતા ઝડપાયા છે. હિંમતનગર રેલવે પોલીસે બે યુવકોને તેમની પ્રેમિકાઓ સાથે ઝડપી લઈને દારુની હેરાફેરીની ગુનાનમાં ધરપકડ કરી છે.

હિંમતનગર રેલવે પોલીસે બે દિવસ અગાઉ દારુનો બિનવારસી જથ્થો સુપરફાસ્ટ ટ્રેનમાંથી ઝડપ્યો હતો, જેની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

થર્ટી ફર્સ્ટ પહેલા ગુજરાત પોલીસ સંપૂર્ણ પણે સતર્ક બનાવી દેવામાં આવ્યુ છે. બુટલેગરો દારુને ઘુસાડવા માટે અવનવા નુસખા અજમાવતા હોય છે. આવી જ રીતે અમદાવાદમાં દારુનો જથ્થો પહોંચાડવા માટે રેલવેનો પણ ઉપયોગ કરતા હોય છે.

આ માટે રેલવે પોલીસ દ્વારા સતત ચેકિંગની ધોંસ વધારવામાં આવી છે. ગત ૧૬ ડિસેમ્બરે ગુજરાત રેલવે પોલીસની હિંમતનગર ટીમે દારુનો જથ્થો અસારવા જયપુર સુપર ફાસ્ટ ટ્રેનમાંથી ઝડપ્યો હતો. રેલવેના કોચમાં શંકાસ્પદ ચિજ વસ્તુઓનું ચેકિંગ કરવા દરમિયાન રેલવેની સતર્ક પોલીસ ટીમને સેકન્ડ એસી કોચ એ૧ માં સીટ નંબર ૦૫ નિચેથી શંકાસ્પદ ચિજ જણાઈ હતી.

જેની તપાસ કરતા દારુની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. જેને લઈ ગુજરાત પોલીસની હિંમતનગર રેલવે આઉટ પોસ્ટની ટીમે આરોપીઓને શોધવાની શરુઆત કરી હતી. જેમાં પોલીસ કર્મી વિજય દેસાઈ અને વિપિનકુમાર, હિતેન્દ્રસિંહ અને વિકાસ કુમારની અલગ અલગ ટીમો રચીને તપાસ શરુ કરી હતી.

હિંમતનગર રેલવે આઉટ પોસ્ટની ટીમ દ્વારા આ મામલાની તપાસ શરુ કરવામાં આવતા એક બાદ એક કડીઓ મળવા લાગી હતી. એક જૂટ થઈને પોલીસ કોન્સ્ટેબલની ટીમોએ બિનવારસી દારુના જથ્થાની હેરાફેરીનો ભેદ ઉકેલી ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

જેમાં ૨ યુવકો રાજધાની એક્સપ્રેસમાં એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યુ હતુ. પોલીસે બંને એટેન્ડન્ટ વિજય દેય અને દેવેન્દ્ર રાજપૂતની ધરપકડ કરીને તપાસ શરુ કરી હતી. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.