કાબુલમાં બૉમ્બ બ્લાસ્ટ, પાંચ લોકોના મોત નિપજયાં
કાબુલ, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શનિવારે ત્રણ અલગ અલગ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા પાંચ લોકોનાં મોત નીપજ્યાં અને બે અન્ય ઘાયલ થયા. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી. કાબુલ પોલીસના પ્રવક્તા ફરદાવાસ ફરમાર્ઝે જણાવ્યું હતું કે પ્રથમ બે વિસ્ફોટ ૧૫ મિનિટના અંતરે થયા હતા અને બે કલાક પછી વિસ્ફોટ થયો હતો. Two explosions in Afghanistan kill at least Five
જેમાં પોલીસ વાહનને નિશાન બનાવવામાં આવ્યું હતું. હજી સુધી કોઈ જૂથે જવાબદારી લીધી નથી. તે વિસ્ફોટો કેવી રીતે થયા તે તરત જ સ્પષ્ટ થઈ શક્યું નથી. તાજેતરના મહિનાઓમાં પાટનગર કાબુલમાં થયેલા મોટાભાગના બોમ્બ હુમલાઓમાં, તેઓ ચુંબકનો ઉપયોગ કરતા વાહનોમાં કરતા હોય છે અને તે પછી રીમોટ કંટ્રોલ અથવા ટાઇમરો દ્વારા વિસ્ફોટ કરે છે.
બીજા વિસ્ફોટમાં, એક કારને ઉત્તર-પશ્ચિમ કાબુલના તે વિસ્તારમાં નિશાન બનાવવામાં આવી હતી જેમાં રાષ્ટ્રીય સૈન્યના સૈનિકો મુસાફરી કરી રહ્યા હતા. આ બ્લાસ્ટમાં બે સૈનિકો માર્યા ગયા હતા. ત્યાંથી પસાર થતા એક મુસાફરની પણ હત્યા કરાઈ હતી.
ત્રીજા વિસ્ફોટમાં, પશ્ચિમ કાબુલમાં પોલીસ કારને નિશાન બનાવવામાં આવી હતી, જેમાં બે પોલીસ અધિકારીઓ માર્યા ગયા હતા. તે દરમિયાન પહેલા વિસ્ફોટમાં સિવિલિયન કારને નિશાન બનાવવામાં આવી હતી, જેમાં પેસેન્જર વાહનની અંદર બેઠેલા બે લોકોને ઈજા પહોંચી હતી. કાબુલ પોલીસે કહ્યું કે તપાસ ચાલુ છે.