ભરૂચ નગરપાલિકાના ફાયરના બે બુલેટો 6 વર્ષથી ધૂળ ખાય છે
ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને આપવામાં આવેલ -ઈમરજન્સી ફાયર મોબાઈલ બુલેટો ઉપયોગમાં નહિ આવતા નકામા બન્યા
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ નગરપાલિકાના હદ વિસ્તારમાં ધણા એવા વિસ્તારોમાં છે જ્યાં માર્ગ સાંકળા હોવાના કારણે ઈમરજન્સી દરમ્યાન ફાયર ટેન્ડર સમયસર પહોંચી ન શકતા હોવાના કારણે સમસ્યા સર્જાતી હતી.
જે સમસ્યાનું નિરાકરણ આવે તે માટે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર ઓથોરિટી દ્વારા ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને બે ઈમરજન્સી બુલેટ આપવામાં આવ્યા હતા.પરંતુ તેનો ઉપયોગ નહિ થતા આજે બંને બુલેટો છેલ્લા ૬ વર્ષથી વધુ સમયથી બંધ પડી રહેતા પ્રજાના ટેક્સના રૂપિયા બેજવાબદાર અધિકારીઓના કારણે પાણીમાં વેડફાઈ રહ્યા છે.
ઈમરજન્સીને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા અત્યાધુનિક સાધનો, ફાયર ટેન્ડર,રેસ્કયું ગાડી અને ફાયર બાઈટ આપવામાં આવે છે.જેના પગલે કોઈપણ પ્રકારની ઈમરજન્સી દરમ્યાન તાત્કાલિક તેને દૂર કરી શકાય અને જાનહાનિ થતી અટકાવી શકાય જેના માટે ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર ઓથોરિટી દ્વારા વર્ષ ૨૦૧૨ માં બે ઈમરજન્સી બુલેટ ફાળવવામાં આવ્યા હતા.
જે બુલેટનો ઈમરજન્સી બનાવ સમયે મોટી ફાયર ગાડી સાંકળા માર્ગો પરથી પસાર ન થાય તેવા સાંકળા માર્ગો પરથી આ બુલેટ દ્વારા પહોંચી શકાય.આ બુલેટ ઉપર ફાયર સિસ્ટમ લાગેલી હોય છે જેથી ઈમરજન્સી પહોંચી વળવા માટે આશીર્વાદરૂપ સાબિત થતી હોય છે.જે બુલેટને ફાયર મોબાઈલ કહેવામાં આવે છે.
પરંતુ આ ફાયર મોબાઈલ બુલેટનો માંડ ઉપયોગમાં લીધા હશે જે અંદાજિત વર્ષ ૨૦૧૮ – ૨૦૧૯ થીબંને ફાયર મોબાઈલ બુલેટ બંધ હાલતમાં જોવા મળતા પહેલા શો રૂમમાં અને હાલમાં ગેરેજમાં ધૂળ ખાઈ રહ્યા છે.
ભરૂચ નગરપાલિકાના વિપક્ષી દંડક હેમેન્દ્ર કોઠીવાલાએ આ બાબતે જણાવ્યું હતું કે અધિકારી અને શાસક પક્ષના અણઆવડતના કારણે ભરૂચ નગરપાલિકાનો વહીવટ ખારે ગયો છે અને ફાયર વિભાગમાં સરકાર દ્વારા અત્યાધુનિક લોકોની સુખાકારી માટે સાધનો ફાળવેલ છે.જે પૈકી બે બુલેટ આપેલ હતા.
જે જૂના ભરૂચમાં સંજીવની જેવું કામ લાગે એવા હતા તે પણ આજે છેલ્લા ત્રણ વર્ષથી મૃતપાયે પડલે છે અને હાલ છેલ્લા છ મહિનાથી ગેરેજમાં છે.નગરપાલિકા ખારે ગયેલ હોવાથી બંધ બે બુલેટનો જે રીપેરીંગ ખર્ચ અંદાજિત ૪૪ હજાર છે જે પાલિકા દ્વારા ખર્ચ નહિ થતા આજે સમય વધુ થતા આ ખર્ચમાં પણ વધારાનો ખર્ચ ભોગવવાનો વાળો આવ્યો છે.જે થી આગામી બોર્ડમાં આ મુદ્દો ઉઠાવવામાં આવશે.