મુનમુન દત્તાના બે રૂપ એક જ ફ્રેમમાં ડાન્સ કરતા જોવા મળી

મુંબઈ, છેલ્લા ૧૪ વર્ષથી ભારતીય ટેલિવિઝન પર રાજ કરી રહેલો લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજી અને જેઠાલાલની કેમેસ્ટ્રી તો બધાને પસંદ પડે છે. શોમાં બબીતાજી એટલે કે અભિનેત્રી મુનમુન દત્તા ગોકુલધામ સોસાયટીમાં સૌથી સક્રિય મહિલાઓમાંથી એક છે. જ્યારે, વાસ્તવિક જીવનમાં મુનમુન સોશિયલ મીડિયા પર સૌથી સક્રિય સેલેબ્સમાંથી એક છે. તેનો હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જાેઈને ચાહકોનું મન ચકરાવે ચઢી ગયું છે.
ખરેખર, મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે હંમેશાની જેમ શાનદાર અંદાજમાં ડાન્સ કરતી જાેવા મળી રહી છે. પરંતુ અહીં ટિ્વસ્ટ એ છે કે મુનમુન દત્તાના બે રૂપ એક જ ફ્રેમમાં ડાન્સ કરતા જાેવા મળી રહ્યા છે. બંનેના લુકમાં મુનમુન હંમેશાની જેમ સુંદર લાગી રહી છે. તેનો ડાન્સ પણ શાનદાર છે.
આ બે લુકમાંથી એકમાં મુનમુન ગ્રીન ટોપ અને પીળા હાઈ સ્લિટ સ્કર્ટમાં જાેવા મળી રહી છે, આ લુકમાં તેના વાળ ખુલ્લા છે. જ્યારે બીજા લુકમાં તે સફેદ અને ગ્રે શોર્ટ જમ્પસૂટમાં છે, આ લુકમાં તેણે પોની સ્ટાઈલમાં પોતાના વાળ બાંધી રાખ્યા છે.
આ વીડિયો જાેઈને જ્યાં મુનમુનના ફેન્સ તેમના ભરપેટ વખાણ કરી રહ્યા છે તો બીજી તરફ કેટલાક ફેન્સ મજાકમાં મુનમુનને પૂછી રહ્યા છે કે શું તેની જાેડિયા બહેન છે? જ્યારે, એક યૂઝર્સે લખ્યું છે કે તે માત્ર એક મુનમુનની અદાઓથી ઘાયલ છે, હવે તે એક સાથે બે ને કેવી રીતે સહન કરશે. તો સાથે જ કેટલાક લોકોએ કહ્યું છે કે હવે જેઠાલાલ બેહોશ થવાની પુરેપુરી ખાતરી છે.SS1MS