ખાનગી ક્લાસીસ ચલાવતા સરકારી શાળાના બે શિક્ષકો ફરજ મોકૂફ
જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પગલાં ભરાતા શિક્ષકોમાં ફફડાટ
ડાકોર, સરકારી શાળાઓમાં શિક્ષક તરીકે ફરજ બજાવનાર કર્મચારી ટયુશન કલાસીસ ચલાવી કે તેમાં નોકરી ના કરી શકે નો નિયમ મોટાભાગે ચોપડે જ રહી જવા પામ્યો છે.
ખેડા જિલ્લામાં અનેક શાળાઓના શિક્ષકો વર્ગખંડમાં પુરતું ધ્યાન ના આપવા સાથે પોતાની ખાનગી ટયુશનમાં આવવા વિદ્યાર્થીઓને ફરજ પાડતા હોવાની લાંબા સમયથી ફરિયાદો થવા પામી હતી, જેથી તપાસ હાથ ધરવામાં આવી હતી
જેમાં કપડવંજમાં ગંગાનગર સોસાયટીના મકાનમાં વડાલી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક બિપીન પ્રજાપતિ અને વીરપુરની પ્રાથમિક શાળાના શિક્ષક દીપક પટેલ દ્વારા બિનઅધિકૃત રીતે ટયુશન કલાસીસ ચાલુ કરવામાં આવ્યા હતા. આમ સરકારી શિક્ષક તરીકેના પગાર ઉપરાંત ખાનગી ટયુકશન કલાસીસની આવક રળતા હતા.
જાેકે ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષાધિકારી કમલેશ પટેલની છાપ ઈમાનદાર અધિકારી તરીકે થાય છે તેઓ દ્વારા આ સંદર્ભે તપાસ ધરાતા શિક્ષકો બિપીન પ્રજાપતિ, દિપક પટેલ ખાનગી ટયુશન કલાસીસ ચલાવતા હોવાનું બહાર આવ્યું હતું જેથી બંનેને ફરજ મુકત કરવામાં આવ્યા હતા.
જેમાં દીપક પટેલને ઠાસરા તાલુકાની નેસ પ્રાથમિક શાળા અને બિપીન પ્રજાપતિ અને માત્ર તાલુકાની માછીયેલ પ્રાથમિક શાળામાં મુકવામાં આવ્યા છે જયાં તેઓએ હાજરી પુરાવવાની રહેશે.