બિહારમાં બે માથા, ચાર આંખોવાળા વાછરડાનો જન્મ
બેગૂસરાઈ, વિશ્વમાં ઘણા વિચિત્ર કિસ્સા જાેવા મળે છે. કેટલાક કિસ્સા લોકોને આશ્ચર્યમાં મુકી દે છે અને ક્યારેક લોકો તેને આસ્થા સાથે પણ જાેડી દે છે. આવું જ બિહારમાં થયું છે. બિહારના બેગુસરાયમાં આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. અહીં બે માથા, ચાર આંખો અને બે કાનવાળા વાછરડાને જાેઈને લોકો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેને ભગવાનનું સ્વરૂપ માની રહ્યા છે.
લોકો આ વાછરડાને જાેવા લાઈનો લગાવી રહ્યા છે. કેટલાક લોકો માનતા પણ માની રહ્યા છે. આ અનોખા વાછરડાના જન્મના સમાચાર ખૂબ ઝડપથી ફેલાઈ ગયા હતા, ત્યારબાદ તેને જાેવા માટે અહીં ભીડ એકઠી થઈ ગઈ હતી. કેટલાક લોકોએ તેને કુદરતનો ચમત્કાર ગણાવ્યો તો કેટલાકે તેને ભગવાનનો ચમત્કાર ગણાવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ વાછરડું જન્મના ૪૦ કલાક પછી પણ જીવિત છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બેગુસરાય જિલ્લાના મંજૌલ સબ-ડિવિઝન હેડક્વાટર હેઠળની મંજૌલ પંચાયતના ગારા પોખરમાં રહેતા ખેડૂત મસ્તરામ ઉર્ફે મિથિલેશ સિંહની ગાયે બે માથા, ચાર આંખ અને બે કાન સાથે એક અજીબ વાછરડાને જન્મ આપ્યો છે.
વાછરડાના જન્મ પછી ખેડૂત અને તેનો આખો પરિવાર તેની સેવા કરી રહ્યો છે. બે માથા હોવાને કારણે વાછરડું ઊભું પણ નથી થઇ શકતું. પરિણામે તેની માતા વાછરડાને દૂધ પીવડાવી શકતી નથી. હાલ વાછરડાને બોટલ દ્વારા દૂધ પીવડાવવામાં આવી રહ્યું છે.
આ અનોખા વાછરડાની લોકો સેવા કરી રહ્યા છે. લોકો પોતાના ઘરેથી દૂધ લાવીને પીવડાવી રહ્યા છે. કેટલાક લોકો આ વાછરડા પાસે માનતા પણ માંગી રહ્યા છે. પશુપાલક ગુંજન દેવી કહે છે કે, આ તેમના માટે ખુશીની ક્ષણ છે. તેમના ઘરે વાછરડાને જાેવા ભીડ લાગી છે.
લોકો અહીં પોતાના ઘરેથી લાવેલું દૂધ વાછરડાને પીવડાવી રહ્યા છે. જ્યારે ઘણા લોકો આ અજીબ વાછરડા સાથે સેલ્ફી પણ લઇ રહ્યા છે. વિજ્ઞાનની ભાષામાં ગર્ભના વિકાસ દરમિયાન વધારાના કોષોના વિકાસને કારણે આવા બચ્ચાનો જન્મ થાય છે. આવી ઘટના ક્યારેક બને છે. આવું પ્રાણીઓ અને માણસો બંનેમાં જાેવા મળે છે.SS1MS