રામોલમાં કોમર્શિયલ પ્રકારના બે ગેરકાયદે બાંધકામ તોડી નખાયા
AMC નું મેગા ડિમોલિશનઃ ખોખરામાં દબાણો હટાવી રોડ ખુલ્લો કરાયો
(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા દિવાળી-દેવ દિવાળીના તહેવારોએ વાજતેગાજતે વિદાય લીધા બાદ ફરી ગેરકાયદે બાંધકામો સામેની ઝૂંબેશ ચાલુ કરાઈ છે.
અગાઉ ચોમાસાના દિવસોમાં પણ તંત્રે ઓપરેશન ડિમોલિશનને સતત ચાલુ રાખ્યું હતું. આ ઓપરેશન ડિમોલિશન હેઠળ એસ્ટેટ વિભાગ ટીપી રોડ પરના દબાણો, જંકશન પરના દબાણો તેમજ મ્યુનિસિપલ રિઝર્વ પ્લોટમાં થયેલાં દબાણો અને બિનપરવાનગીના બાંધકામોને જમીનદોસ્ત કરે છે. આ કાર્યવાહી હેઠળ દક્ષિણ ઝોનના ખોખરા વોર્ડમાં તંત્ર મદ્રાસી મંદિરથી ઈડલી સર્કલ થઈ મણિનગર ક્રોસિંગ સુધીના ટીપી રોડ પરના દબાણોને દૂર કરી આશરે ૮૦૦ રનિંગ મીટર લંબાઈનો રોડ ખુલ્લો કર્યાે હતો.
જાહેર રોડને ખુલ્લો કરવાની કામગીરીના ભાગરૂપે દક્ષિણ ઝોનના ખોખરાની ટીપી સ્કીમ નં.૦૭ (ખોખરા-મહેમદાવાદ)માં મદ્રાસી મંદિરથી ઈડલી સર્કલ થઈ મણિનગર ક્રોસિંગ સુધીના ૧પ.રપ મીટર પહોળાઈના ટીપી રોડમાં આવતા કપાતને એસ્ટેટ વિભાગ દ્વારા દૂર કરાયા હતા. સત્તાધીશોએ અંદાજે ૭૧ ઓટલા, બાવન શેડ, તથા ૧પ ક્રોસ વોલ અને એક્સ્ટેન્શન તથા વાંસ-વળીઓ વગેરે પ્રકારના લૂઝ દબાણો જેસીબી મશીન, દબાણ ગાડી તથા ખાનગી મજૂરોની મદદથી દૂર કર્યાં હતા.
આ ઉપરાંત પૂર્વ ઝોનમાં એસ્ટેટ વિભાગે રામોલ-હાથીજણ વોર્ડમાં ટીપી સ્કીમ નં.૧૧પ (રામોલ)ના ફાઈનલ પ્લોટ નં.૩૯/૧/૧+પ૮/રમાં અદાણી સર્કલ પાસે આવેલા સનરાઈઝ મોટર્સમાં કોમર્શિયલ પ્રકારનું એક ગેરકાયદે બાંધકામ ઊભું કરાયું હતું. તેની સામે કાર્યવાહી કરી હતી. આ બાંધકામને જેસીબી, ગેસ કટર, ખાનગી મજૂરો, દબાણ વાનની મદદથી તોડી પડાયું હતું. આશરે ૧૩પ૬ ચોરસ ફૂટના ગેરકાયદે બાંધકામને તંત્ર જમીનદોસ્ત કર્યું હતું.
આ ઉપરાંત અદાણી સર્કલ પાસે આવેલા ટ્રેક્ટર શો રૂમમાં ૩૯૦ ચોરસ ફૂટનું કોમર્શિયલ પ્રકારનું ગેરકાયદે બાંધકામ ઊભું કરાયું હતું. એસ્ટેટ વિભાગે જેસીબી, ગેસ કટર, ખાનગી મજૂરો અને દબાણ વાનની મદદથી તેને તોડી પાડ્યું હતું.
દક્ષિણ ઝોનમાં બીઆરટીએસ રૂટ તેમજ અન્ય જાહેર રોડ અને ફૂટપાથ ઉપરથી લોકો અને ટ્રાફિકની અવરજવરને નડતરરૂપ છ લારી તથા ૩૧૩ પરચૂરણ માલસામાનને પણ તંત્ર દ્વારા જપ્ત કરવાં આવ્યો હતો, જ્યારે પૂર્વ ઝોનમાં એક હવાડો, ચાર લારી, એક ફુગ્ગાની સાઈકલ, એક ફુગ્ગાની લારી, આઠ ટેબલ, ર૧ર બોર્ડ બેનર અને ૧૩૬ પરચૂશ્રણ માલસામાન જપ્ત કર્યાે હતો. આની સાથે ટ્રાફિકને નડતરરૂપ ૩૯ વાહનોનેતાળા મારીને કુલ રૂ.૧ર,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.