રશિયા-યુક્રેન સંઘર્ષમાં બે ભારતીય નાગરિકો માર્યા ગયા
નવી દિલ્હી, ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે રશિયન સેનામાં ભરતી થયેલા બે ભારતીય નાગરિકો યુક્રેન સંઘર્ષમાં માર્યા ગયા હતા. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, ‘મોસ્કોમાં ભારતીય દૂતાવાસે આ મામલો નવી દિલ્હીમાં રશિયન રાજદૂત અને મોસ્કોમાં રશિયન સત્તાવાળાઓ સાથે રશિયન સેનામાં ફરજ બજાવતા તમામ ભારતીય નાગરિકોની વહેલા મુક્તિ અને વાપસી માટે ભારપૂર્વક ઉઠાવ્યો છે.
.’વિદેશ મંત્રીના નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ભારતે રશિયન સેના દ્વારા તેના નાગરિકોની વધુ ભરતી રોકવાની પણ માંગ કરી છે.મંત્રાલયે ફરી એકવાર ભારતીય નાગરિકોને રશિયામાં રોજગારની તકો શોધતી વખતે સાવચેત રહેવા વિનંતી કરી છે. માર્ચમાં, વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને ચેતવણી આપી હતી કે તેઓ રશિયન લશ્કરી એકમોમાં જીવલેણ નોકરીઓ કરવાનું ટાળે.
સાવચેતી રાખવાની આ સૂચના રશિયન આર્મીમાં સપોર્ટ સ્ટાફ તરીકે કામ કરતા બે ભારતીય નાગરિકોના મૃત્યુ બાદ આપવામાં આવી છે.એક સાપ્તાહિક બ્રીફિંગમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ રશિયન સૈન્યમાં સહાયક નોકરીઓ માટે એજન્ટો દ્વારા કરવામાં આવેલી ઓફરોથી “ગેરમાર્ગે” ન રહે. તેણે કહ્યું કે આ ખતરનાક અને જીવલેણ હોઈ શકે છે.
તાજેતરમાં, સેન્ટ્રલ બ્યુરો આૅફ ઇન્વેસ્ટિગેશનની તપાસમાં ખુલાસો થયો છે કે ડઝનબંધ ભારતીયોને આકર્ષક નોકરીના નામે ફસાવીને રશિયા-યુક્રેન યુદ્ધમાં લડવા મોકલવામાં આવ્યા હતા. આ પછી, તપાસ એજન્સીએ યુવા ભારતીયોને વિદેશ મોકલવામાં સામેલ માનવ તસ્કરી નેટવર્કનો પર્દાફાશ કર્યાે.
રશિયા-યુક્રેન સંઘર્ષ દરમિયાન કથિત રીતે નોકરીની છેતરપિંડીનો ભોગ બનેલા ૩૦ વર્ષીય હૈદરાબાદના વ્યક્તિના મૃત્યુના એક દિવસ પછી આ તપાસ કરવામાં આવી છે.SS1MS