કેનેડામાં બે ભારતીય રાજનયિકો ખાલિસ્તાનના નિશાન પર
નવી દિલ્હી, કેનેડામાં ખાલિસ્તાની પોસ્ટર પર બે ભારતીય રાજનયિકોના નામ સામે આવ્યા બાદ ભારત હવે અલર્ટ થઈ ચૂક્યું છે. આ ઘટના બાદ કેનેડા સહિત અન્ય દેશોમાં પણ ભારતીય રાજનયિકોની સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે.
કેનેડામાં ભારતીય હાઈ કમિશનર સંજય વર્મા અને કોન્સ્યુલેટ જનરલ અપૂર્વ શ્રીવાસ્તવની તસવીરો અને નામ પ્રદર્શિત કરતા પોસ્ટર જાેવા મળ્યા છે. આ પોસ્ટરમાં રાજનયિકોને ખાલિસ્તાન ટાઈગર ફોર્સના પ્રમુખ હરદીપ સિંહ નિજ્જરના હત્યારા તરીકે દર્શાવવામાં છે.
નિજ્જરની કેટલાંક અઠવાડિયા પહેલાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ દરમિયાન રવિવારની મોડી રાત્રે ખાલિસ્તાન સમર્થકો દ્વારા ભારતીય કાઉંસલેટપર હુમલો પણ કરવામાં આવ્યો હતો. આ પોસ્ટર ૮ જુલાઈના રોજ ટોરંટોમાં ખાલિસ્તાની તત્વો દ્વારા પ્રસ્તાવિત એક રેલી વિશે છે. આનું સમાપન ભારતીય ઉચ્ચાયોગ પર થશે. પોસ્ટરને કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનના પૂર્વ સંવાદદાતા ટેરી મિલ્વસ્કીએ ટિ્વટ કર્યું છે.
આ વિશે વિદેશ મંત્રી જયશંકરે સોમવારે કહ્યું કે, કેનેડામાં ખાલિસ્તાની તત્વોના પોસ્ટર પર ભારતીય રાજનયિકોના નામ સામે આવ્યા બાદ આ મુદ્દો કેનેડા અને અન્ય દેશોની સરકાર સાથે પણ ઉઠાવવામાં આવશે. કારણ કે આનાથી બંને દેશોના સંબંધ પર અસર પડી શકે છે.
જયશંકરે એવું પણ કહ્યું કે, મારું માનવું છે કે, કેનેડા સરકાર સામે આ મુદ્દો ભૂતકાળમાં પણ ઉઠાવવામાં આવ્યો છે. જયશંકરે ગયા મહિને કહ્યું હતું કે, કેનેડા દ્વારા ખાલિસ્તાની તત્વોને જગ્યા આપવી વોટબેંકની રાજનીતિથી પ્રેરિત હોય એવું લાગી રહ્યું છે.
ગયા અઠવાડિયે પણ કેનેડાને આ મુદ્દે ટિપ્પણી કરવા માટે કહેવામાં આવ્યું હતું, તો તેઓએ કહ્યું હતું કે, કેનેડા ખાલિસ્તાની મુદ્દે જે રીતે નિપટી રહી છે એ અમારા માટે લાંબા સમયથી ચિંતાનો વિષય રહ્યો છે, કારણ કે આ સ્પષ્ટ રીતે વોટબેંકની રાજનીતિથી પ્રેરિત હોય એવું લાગી રહ્યું છે. વિદેશ મંત્રી જયશંકરે એવું પણ કહ્યું કે, અમે કેનેડા, અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા અમારા ભાગીદાર દેશોને વિનંતી કરી છે કે, જ્યાં જ્યાં ખાલિસ્તાની ગતિવિધિઓ થાય છે, ત્યાં ત્યાં ખાલિસ્તાનીઓને જગ્યા આપવામાં ન આવે.
કારણ કે, તેમની કટ્ટરપંથી, ઉગ્રવાદી વિચારણસરણી ન તો આપણા માટે સારી છે ન તો તેમના માટે અને આપણા સંબંધો માટે પણ સારી નથી. મહત્વનું છે કે, ગયા માર્ચમાં સેન ફ્રાંસિસ્કો અને ઓટોવામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલાના સંદર્ભમાં એનઆઈએ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં અમરજાેત સિંહ અને બાબા સરવન સિંહનું નામ સામેલ હતું. અમરજાેત જેલમાં બંધ વારિસ પંજાબ ડી પ્રમુખ અમૃતપાસ સિંહનો સાળો છે.
આતંકવાદી સંગઠન ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો પ્રમુખ નિજ્જરની બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુનાનક શિખ ગુરુદ્વારા સાહિબની અંદર જ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. નિજ્જરનું નામ સરકાર દ્વારા જારી એક સૂચીમાં આવ્યું હતું, જેમાં ૪૦ અન્ય નામ સહિત આતંકવાદીઓના નામ હતા.
ગયા વર્ષે એનઆઈએ નિજ્જર પર ૧૦ લાખ રુપિયાનું ઈનામ પણ જાહેર કર્યુ હતુ. કેટીએફ પ્રમુખ હોવા સિવાય નિજ્જર અલગાવવાદી સંગઠન શિખ ફોર જસ્ટિસ સાથે પણ સંકળાયેલો હતો. ૨૦૨૦માં એસજેએફના સંસ્થાપક ગુરપતવંત સિંહ પન્નુનએ નિજ્જરને કેનેડામાં સંગઠનના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યો હતો.SS1MS