કોંગોમાં બે ભારતીય સૈનિકોના મોત નિપજ્યા

કિંશાસા, કાંગોના પૂર્વી શહેર બુટેમ્બોમાં સંયુક્ત રાષ્ટ્ર વિરોધી પ્રદર્શનોમાં બે ભારતીય નાગરિકો સહિત સંયુક્ત રાષ્ટ્રના ત્રણ શાંતિ સૈનિકોના મોત થયા છે. બુટેમ્બો પોલીસ પ્રમુખ પોલ નગોમાએ જણાવ્યુ કે હિંસામાં સાત પ્રદર્શનકારી પણ માર્યા ગયા છે.
સોમવારે દેશના તણાવગ્રસ્ત વિસ્તારમાં પ્રદર્શન શરૂ થયા હતા. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે MONUSCO (સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેના) હથિયારબંધ સમૂહો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નિષ્ફળ થઈ રહી છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ભારતીય સૈનિકોના મૃત્યુ પર દુખ વ્યક્ત કર્યુ છે.
તેમણે ટ્વીટ કરતા લખ્યું- ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગોમાં બીએસએફના બે બહાદુર ભારતીય શાંતિ સૈનિકોના મૃત્યુ પર દુખ થયું. તે MONUSCO નો ભાગ હતા. આ હુમલાના ગુનેગારોની જવાબદારી નક્કી થવી જાેઈએ અને તેને સજા મળવી જાેઈએ.
એક સરકારી અધિકારીએ કહ્યું કે આ કાંગોના પૂર્વી શહેર ગોમામાં સંયુક્ત રાષ્ટ્રના મિશન વિરુદ્ધ પ્રદર્શનનો બીજાે દિવસ છે. પ્રદર્શનકારીઓએ સોમવારે ગોમામાં સંયુક્ત રાષ્ટ્ર મિશનના કાર્યાલયોમાં આગ લગાવી દીધી અને તેમાં ઘુસી ગયા. તેમણે આરોપ લગાવ્યો કે કાંગાના પૂર્વી વિસ્તારમાં વધતી હિંસા વચ્ચે શાંતિ સેનાઓ નાગરિકોની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહી છે.
તેમણે ઘણા વર્ષોથી કાંગોમાં હાજર સંયુક્ત રાષ્ટ્રની સેનાઓને દેશ છોડી જવાની માંગ કરી છે. આ પહેલા ભારતીય સેનાએ આફ્રિકી દેશ કાંગોમાં સંયુક્ત રાષ્ટ્રના શાંતિરક્ષક મિશન હેઠળ બનાવેલા પોતાના ઠેકાણા અને એક મોટી હોસ્પિટલને લૂંટવાના ઇરાદાથી આવેલા હથિયારબંધ નાગરિકોના હુમલાને નિષ્ફળ કરી દીધો હતો.
ભારતીય સેનાએ જણાવ્યું કે સોમવારે કેટલાક નાગરિક સંયુક્ત રાષ્ટ્રની સંપત્તિ લૂંટવા ઈચ્છતા હતા. ત્યારબાદ બચાવમાં પગલા ભરવા પડ્યા. સંયુક્ત રાષ્ટ્ર તરફથી દુનિયાભરમાં ચલાવવામાં આવેલા ૧૪ મિશનોમાંથી ૮માં ભારતીય સૈનિક તૈનાત છે. વર્તમાન સમયમાં વિશ્વભરમાં ભારતીય સેનાના ૫૪૦૦ જવાન સંયુક્ત રાષ્ટ્રના ઝંડા હેઠળ વિવિધ પડકારજનક પરિસ્થિતિઓમાં તૈનાત છે.SS1MS