Western Times News

Gujarati News

યુએસમાં ઈઝરાયેલી દૂતાવાસના બે કર્મચારીઓ ઠાર મરાયા

વોશિંગ્ટન, વોશિંગ્ટનમાં આવેલા એક યહુદી મ્યુઝિયમની બહાર પેલેસ્ટેનિયન તરફી હુમલાખોરે ઈઝરાયેલી દૂતાવાસના બે કર્મચારીઓની ગોળી મારી હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામ્યો છે. હુમલાખોરે ગોળીબાર કરી ‘પેલેસ્ટાઈનને મુક્ત કરો’ તેવા નારા લગાવ્યાં હતાં. પોલીસે સ્થળ પર જ હુમલાખોરની ધરપકડ કરી હતી.

ઈઝરાયેલ દ્વારા ગાઝા પર નવેસરથી શરૂ કરાયેલા આક્રમક સૈન્ય અભિયાન બાદ બુધવારે મોડી સાંજે બનેલી હુમલાંની આ ઘટના બાદ અહીંના ઈઝરાયેલી દૂતાવાસની સુરક્ષા વ્યવસ્થા અત્યંત ચુસ્ત બનાવાઈ હતી.

અમેરિકામાં ઈઝરાયેલના રાજદૂત યેશીલ લેઈતરના જણાવ્યાં અનુસાર, આ હુમલામાં જીવ ગુમાવનાર દૂતાવાસના બે કર્મચારીઓના નામ યારોન લિસચિન્સ્કી (ઈઝરાયેલી નાગરિક) તથા સારાહ મિલગ્રીમ (અમેરિકન નાગરિક) હતાં, જેઓ ટૂંક સમયમાં જ લગ્નગ્રંથિથી જોડાવાના હતાં.

પોલીસે જણાવ્યું હતું કે, આ યુગલ કેપિટલ જ્યુઈશ મ્યુઝિયમમાં યોજાયેલાં એક કાર્યક્રમમાં ભાગ લઈ બહાર આવ્યું ત્યારે, મ્યુઝિયમની બહાર તાક લગાવીને ઉભેલા એલિયાસ રોડ્રિગ્સ નામના ૩૧ વર્ષીય બંદૂકધારી હુમલાખોરે એકાએક જ તેમની પર અંધાધૂંધ ગોળીબાર કર્યાે હતો. જોકે ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધો હતો.

જ્યાં તેણે પેલેસ્ટાઈનને મુક્ત કરો ના નારા લગાવ્યાં હતાં. આ હુમલા અંગે આકરી પ્રતિક્રિયા આપતાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, યહુદી વિરોધી માનસિકતાથી કરાયેલી આ હત્યાનો બનાવ અત્યંત ધૃણાસ્પદ અને નિંદનીય છે.

કટ્ટરવાદ અને નફરતને અમેરિકામાં કોઈ સ્થાન નથી. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઈઝરાયેલી દૂતાવાસના બે કર્મચારીઓની હત્યા અંગે ઘેરો શોક અને આઘાતની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, યહુદી વિરોધી માનસિકતાની અમે અત્યંત ભારે કિંમત ચૂકવી રહ્યાં છીએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.