Western Times News

Gujarati News

જમાઈએ મળતિયાઓ સાથે હુમલો કરતાં બે મોત, ૧૩ ઘાયલ

દહેગામ, દહેગામમાં લગ્નેતર સંબંધના કારણે પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા વિવાદનું લોહિયાળ પરિણામ આવ્યું છે. પતિ સાથે વિવાદના પગલે કપડવંજમાં રહેતી પરિણીતા અને તેના પરિવારજનો દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવીને ઘરે પરત જતા હતા ત્યારે જમાઈએ ઊંટડિયા મહાદેવ રોડ પર હુમલો કર્યાે હતો.

સાગરિતોની મદદથી સાસરી પક્ષના લોકોની ગાડીઓને આંતરી હતી અને ઘાતક હથિયારોથી હુમલો કર્યાે હતો. જેમાં બે વ્યક્તિનાં મોત થયા હતા અને બે બાળક સહિત ૧૩ ઘાયલ થયા હતા. જાનનાથ જીજુનાથ મદારી દહેગામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની દીકરી નેતલનાં લગ્ન વનરાજ ઉર્ફે વનીયો કંચનનાથ મદારી સાથે થયા હતા. આ લગ્નથી તેમને બે જોડિયા બાળક છે.

વનરાજને કપડવંજની મહિલા સાથે હવે જ સંબંધો હોવાથી છેલ્લા ચાર પાંચ વર્ષથી ઝઘડો ચાલી રહ્યો છે. જે બાબતે જે તે વખતે પોલીસ કેસ કરવામાં આવ્યો હતો અને ભરણપોષણનો કેસ પણ ચાલી રહ્યો છે. એકાદ મહિના અગાઉ આ બાબતે ફરી ઝઘડો થયો હતો અને જમાઈ વનરાજે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ ઘટના બાદ જાનનાથ પોતાના પરિવાર સાથે દહેગામ છોડીને કપડવંજના ધોરીવાવ ડુંગરા વિસ્તારમાં રહેવા જતા રહ્યા હતા. પોલીસ ફરિયાદ અને કોર્ટ કેસ ઉપરાંત સામાજિક રાહે વનરાજ સાથે સમાધાનના પ્રયાસ ચાલતા હતા. વનરાજ પ્રેમિકાને છોડવા માગતો ન હતો અને નેતલને ત્રાસ આપતો હતો.

આ બાબતે સમાજના પંચના સભ્યોએ સમાધાનના પ્રયાસ કર્યા હતા, પરંતુ ઝઘડાનું કોઈ નિરાકરણ આવ્યું ન હતું. ગઈકાલે જાનનાથ તેમની દીકરી, પરિવારજનો અને પંચના સભ્યો અગાઉ નોંધાયેલી ફરિયાદમાં હાજર થવા માટે દહેગામ પોલીસ મથક ગયા હતા.

કપડવંજ પરત ફરતી વખતે વનરાજ હુમલો કરશે એવી આશંકા હોવાથી પોલીસને પણ જાણ કરી હતી. બાદમાં બધા અલગ અલગ વાહનોમાં પરત ઘરે ફરી રહ્યા હતા. જ્યાં કપડવંજ ઊંટડીયા મહાદેવ રોડ ઉપર વનરાજ સહિતના મળતિયાઓએ ગાડીઓને આંતરી બોલેરો ગાડી ઉપર લાકડી વડે હુમલો કર્યાે હતો. ગાડીનો કાચ ફૂટી ગયો હતો અને રોડના રેલિંગમાં બોલેરો ઘૂસી ગઈ હતી.

ગાડી ઊભી રહેતાં જમાઈ વનરાજ મદારી સહિતના તેના મળતિયા આવી ગયા હતા અને ઘાતક હથિયારો વડે હુમલો કર્યાે હતો. બાદમાં બધા ત્યાંથી ભાગી ગયા હતા.

આ હુમલામાં બે બાળક સહિત ૧૫ વ્યક્તિને ઈજા થઈ હતી. ગાંધીનગર સિવિલમાં સારવાર દરમિયાન સચિન મદારી અને પંચના માણસ મુન્નાનાથ મદારીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે આ મામલે વનરાજ તથા તેના સાગરિતો સામે ગુનો દાખલ કરી તેમને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.