ગાઝામાં હોસ્પિટલ ટેન્ટ પર ઇઝરાયેલના હુમલામાં બેના મોત
ગાઝા, ઇઝરાયેલે રવિવારે સેન્ટ્રલ ગાઝાની અલ-અક્સા શહીદ હોસ્પિટલના ટેન્ટ કેમ્પ પર કરેલા હવાઇ હુમલામાં બે પેલેસ્ટિનિયનોના મોત થયાં હતાં અને અન્ય ૧૫થી વધુ ઘાયલ થયાં હતાં.
આ હુમલામાં કેટલાંક પત્રકારો પણ ઘાયલ થયા હતાં. આ ટેન્ટ કેમ્પમાં યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી પોતાના ઘર છોડીને હજારોએ લોકોએ આશ્રય લીધો છે.
ઇઝરાયેલી આર્મીએ જણાવ્યું હતું કે તેને ઇસ્લામિક જેહાદ આતંકવાદી જૂથના કમાન્ડ સેન્ટર પર હુમલો કર્યો હતો અને હોસ્પિટલની કામગીરીને કોઇ અસર થઈ નથી. લગભગ છ મહિના પહેલા યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી હજારો લોકોએ સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે ગાઝાની હોસ્પિટલોમાં આશ્રય લીધો છે. બીજી તરફ ઇઝરાયેલ માને છે કે હમાસ અને તેના આતંકવાદીઓ હોસ્પિટલમાં છુપાય છે.
ઇઝરાયેલી સૈનિકો ગાઝાની સૌથી મોટી શિફા હોસ્પિટલ પર લગભગ બે અઠવાડિયાથી હુમલા કરી રહ્યાં છે. ગાઝાની માત્ર ત્રીજા ભાગની હોસ્પિટલો પણ આંશિક રીતે કાર્યરત છે, બીજી તરફ ઇઝરાયેલી હુમલામાં દરરોજ સંખ્યાબંધ લોકોના મોત થઈ રહ્યાં છે અને ઘાયલ થાય છે.
ડોકટરોને હોસ્પિટલના ફ્લોર પર દર્દીઓની સારવાર કરવાની ફરજ પડે છે. ઘણીવાર એનેસ્થેટિક અને અન્ય મેડિકલ સપ્લાય વગર ઓપરેશન કરવા પડે છે.SS1MS