લગ્નમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યા ત્યારે ટ્રેન સાથે અથડાતા બેનાં મોત
છોટાઉદેપુર, પાવીજેતપુર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં બે લોકોનાં મોત નીપજ્યા છે. પાવીજેતપુર નજીક ટ્રેક ઉપરથી પસાર થતા અચાનક ટ્રેન આવી જતા ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં બે મહિલાઓનાં મોત થયા છે. આ બંને મહિલા લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પરત ઘરે આવી રહી હતી.
તે દરમિયાન જ આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માત બાદ પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, ૪૫ વર્ષનાં સવિતા રાઠવા અને ૧૯ વર્ષનાં તેજલ બારીયા લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ઘર આવી રહ્યા હતા.
તે દરમિયાન પાવીજેતપુર નજીક ટ્રેનની અડફેટે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બંનેનાં મોત સર્જાયા છે. આ આકસ્મિત મોતને કારણે બંનેના પરિવારમાં દુખની લાગણી છવાઇ ગઇ છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા પણ પાવીજેતપુર તાલુકામાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
જેમાં પાનીમાઈન્સ ગામે એક બાઈક ચાલકને પાછળથી બીજા બાઈક ચાલકે ભયંકર ટક્કર મારતા એક બાઈક ચાલકના માથામાં ગંભીર વાગી જતા સારવાર દરમિયાન વડોદરા એસએસજીમાં કરુણ મોત થયું હતુ.
પાવીજેતપુર તાલુકાના જામ્બા ગામના વતની તખતસિંહ બલસિંગભાઈ બારીયા મોટીબેજ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા હોય તેઓ ૨૫ નવેમ્બરના રોજ નોકરીથી છૂટી ૫ વાગ્યા પછી પોતાની બાઈક ઉપર ઘરે પરત જઈ રહ્યા હતા.
ત્યારે પાનીમાઈન્સ ગામે ઇન્ડિયન પેટ્રોલ પંપ નજીક બાર ગામ તરફથી આવતા મણિલાલ ઉર્ફે મણીભાઈ ચંદુભાઈ નાયકા (ઉ. વ.૩૨, રહે. વાવ,તા. ઘોઘંબા, જિ.પંચમહાલ) પોતાની બાઈક ગફલત ભરી રીતે હંકારી તખતસિંહભાઈની બાઈકને પાછળથી અથાડી હતી. જેથી બંને મોટરસાયકલ ચાલકો બાઇકો ઉપરથી ઉછળી દૂર ફંગોળાઈ ગયા હતા.SS1MS