તાપીના વિરપોર ગામે ફેકટરીમાં બ્લાસ્ટઃ બે મજૂરોનાં મોત
(એજન્સી)તાપી, તાપીના વાલોડ તાલુકાના વિરપોર ગામે ફેકટરીમાં બ્લાસ્ટની ઘટના બની છે. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. નવનિર્મિત ફેકટરીમાં મશીનરીના ઇન્સ્ટોલેશન સમયે બ્લાસ્ટ થયો.
ફ્રુટ ફેકટરીમાં બ્લાસ્ટ થતા બેના મોત થયા છે જાેકે ત્રણ લોકો ઘાયલ થયા છે. રાજકોટની કમ્પનીના કર્મચારીઓ મશીનરી ઇન્સ્ટોલેશનની કામગીરી કરી રહ્યા હતા.તાપીના વાલોડ તાલુકાના વિરપોર ગામે ફેકટરીમાં બ્લાસ્ટની ઘટના બની છે. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. નવનિર્મિત ફેકટરીમાં મશીનરીના ઇન્સ્ટોલેશન સમયે બ્લાસ્ટ થયો.
ફ્રુટ ફેકટરીમાં બ્લાસ્ટ થતા બેના મોત થયા છે જાેકે ત્રણ લોકો ઘાયલ થયા છે. રાજકોટની કમ્પનીના કર્મચારીઓ મશીનરી ઇન્સ્ટોલેશનની કામગીરી કરી રહ્યા હતા. પ્રાથમિક તબક્કે મૃતકો રાજકોટના હોવાનું બહાર આવ્યું છે. મૃત્યુ આંકમાં વધારો થવાની પણ શક્યતા છે.
તમામ ઘાયલ થયેલા લોકોને વ્યારા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.હોટ વોટર જનરેટરમાં બ્લાસ્ટ થઈ હોવાની ઘટના સામે આવી છે. આદિ શક્તિ પ્રોડક્ટર મશીનરીના ફિટિંગની કામગીરી દરમ્યાન આ ઘટના બની છે. ફ્રુટ જ્યુસ બનાવતી આ કમ્પની છે જેમાં બ્લાસ્ટ થયો હતો. સાંજે ૪.૩૦ કલાકના અરસામાં આ બનાવ બન્યો છે. જેમાં ૫ ઈસમો પૈકી ૨ના મોત થયા છે. જાેકે અન્ય ત્રણને સારવાર અર્થે ખસેડયા છે.