બે લાખ લોકોએ મુલાકાત લીધી સયાજી કાર્નિવલ બાળમેળાની

વડોદરા, નગર પ્રાથમિક શિક્ષક સમિતિ આયોજિત (પર)મો સયાજી કાર્નિવલ બાળમેળો ર૦રપનું કમાટીબાગ ખાતે આયોજન સાથે જાહેર જનતા માટે ત્રણ દિવસ સુધી સવારે ૮થી ૮ દરમિયાન ખુલ્લો મૂકવામાં આવ્યો. પ્રથમ દિવસે જ ર લાખ લોકોએ આ બાળમેળાની મુલાકાત લીધી હતી.
૧૯પ૩થી બાળમેળાની શરૂઆત કરવામાં આવી હતી. બાળમેળાનું આયોજન અને સંચાલન શિક્ષણ સમિતિના બાળકો દ્વારા કરવામાં આવે છે. જે ભારતભરમાં સૌપ્રથમ છે.
ત્રિ-દિવસીય આ બાળમેળામાં નવીન અને આધુનિક શૈક્ષણિક પ્રોજેકટો, શુદ્ધ અને સાÂત્વક નાસ્તો, સાંસ્કૃતિક કાર્યક્રમો, મનોરંજન કલા વિભાગમાં કઠપૂતળીની ખેલ, કાર્ટુન, કેરેકટર્સ મુન વોર્કસ, મોગલી વોક જેવા આનંદ પ્રમોદ જેવા આ બાળમેળાનું નવલું નજરાણું છે. આ ઉપરાંત લેસર શોનું આયોજન કરવામાં આવેલ છે
તેમજ બાળમેળામાં કૌન બનેગા કરોડપતિ, અંતાક્ષરી અને ટેલેન્ટ હન્ટને મુલાકાતીઓ દ્વારા પસંદ કરવામાં આવે છે. ત્રણ દિવસ ચાલનારા આ બાળમેળામાં નગરજનો, રાજ્યભરની સ્કૂલોમાં બાળકો સહિત આશરે ૭ લાખ વ્યક્તિઓ બાળમેળાની મુલાકાત લેશે.
શિક્ષણ સમિતિ વડોદરાની ૧૧૯ પ્રાથમિક શાળાઓ, ૧૦ માધ્યમિક શાળાઓ તથા ૯૭ બાલવાડીઓના ભૂલકાઓ દ્વારા રોજ પ૦ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવશે.
બાળમેળામાં સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનના ૩૩ પ્રોજેકટો બાળકો દ્વારા રજૂ કરવામાં આવશે. બાળ હોદ્દેદારો દ્વારા આ બાળમેળાનું દીપ પ્રાગટય કરીને ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિષિધભાઈએ ઉપસ્થીત તમામનું સ્વાગત કર્યું હતું.