દંતેવાડામાં પોલીસ અથડામણમાં ૨ નક્સલી ઠાર
કુઆકોંડા, છત્તીસગઢના કુઆકોંડા વિસ્તારના કવાસીપારા અને બારેગુડાની પાસે આવેલા જંગલમાં થયેલી આ અથડામણમાં પોલીસે ૨ ઇનામી નક્સલી માડવી હડમા અને અએતાને ઠાર માર્યા છે. Two Maoists were killed by forces in Dantewada
જિલ્લા પોલીસ અધીક્ષક અભિષેક પલ્લવે જણાવ્યું કે, કવાસીપારા અને બારેગુડાના જંગલોમાં નક્સલીઓની હોવાની માહિતી મળ્યા બાદ ડિસ્ટ્રીક્ટ રિઝર્વ ગાર્ડ પોલીસની ટીમને ઘટના સ્થળે મોકલી દેવામાં આવી હતી ડીજીઆર પોલીસના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને ઘરાબંધી શરૂ કરી દીધી. આ દરમિયાન નક્સલીઓએ પોલીસ પર તાબડતોબ ફાયરિંગ શરૂ કરી દીધું. પોલીસે જવાબી ફાયરિંગમાં બે નક્સલિયોને ઠાર માર્યા.