નશાકારક દવાનું વેચાણ કરતા બે મેડિકલ સ્ટોરમાં દરોડા
નશાકારક સીરપની ૪૪ બોટલ અને ૩૩૪૦ ટેબ્લેટ જપ્ત કરવામાં આવી
સુરત, સુરતના પાંડેસરા વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપનું વેચાણ થતુ હોવાની બાતમીના આધારે પોલીસે બે મેડિકલ સ્ટોર પર દરોડા પાડી નશાકારક સીરપની બોટલ તેમજ ટેબલેટ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ પાંડેસરા આવેલા જયવીર મેડિકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર્સ પર ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક દવાઓનું વેચાણ થઇ રહ્યું છે. તેવી બાતમીના આધારે એસઓજી પોલીસે ડમી ગ્રાહકને મોકલ્યો હતો.
જ્યાં સંચાલન કરતા વિજય સોમાભાઈ પટેલ કોઈપણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નસાયુક્ત દવાનું વેચાણ મેડિકલ સ્ટોર પરથી કર્યું હતું. એસઓજી પોલીસે ફૂડ અને ડ્રગ્સ વિભાગને સાથે રાખીને દરોડા પાડી નશાકારક ૨૬૩૯ નંગ ટેબલેટ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે બીજા દરોડામાં એસઓજી પોલીસે ઉધના વિસ્તારમાં આવેલા વંશ મેડિકલ સ્ટોર પર દરોડો પાડી સંચાલક મિથીલેશ અનીલ શાહે કોઈપણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાયુક્ત દવાનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર પરથી નશાકારક સીરપની ૩૦ બોટલ તથા ૭૦૦ નંગ ટેબલેટ જપ્ત કરી હતી.