વાહન હટાવવાનું કહેતા બે શખ્સોએ પોલીસ પર હુમલો કર્યો
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી રામદેવનગર સોસાયટીમાં ગેઇટની સામે રસ્તો રોકીને ઉભેલા લોકોને હટવાનું કહેતા બંને શખ્સોએ છરી કાઢીને મારી દીધી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
શાહીબાગ વિસ્તારમાં આવેલી રામદેવનગર સોસાયટીમાં રહેતા અને માધુપુરા પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ તરીકે ફરજ બજાવતા પોલીસકર્મી રાત્રીના અગિયારેક વાગ્યે પોતાની ડ્યૂટી પૂરી કરીને ઘરે પહોંચ્યા હતા. સોસાયટીના મેઈન ગેઇટની સામે બે વ્યક્તિઓ ટુ-વ્હીલર લઈને રસ્તો રોકીને ઉભા હતા.
તેથી બંને લોકોને વાહન હટાવાનું કહેતાની સાથે જ ઝઘડો શરૂ કરી દીધો હતો અને બંનેમાંથી ચિરાગ નામના શખ્સે છરી કાઢીને મારવા જતા પોલીસ કર્મીના હાથમાં વાગી ગઈ હતી. ત્યારબાદમાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ભાગી ગયા હતા. બાદમાં ઘાયલ પોલીસકર્મીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતો. પોલીસકર્મીએ ચિરાગ ડાભી અને તેના મિત્ર વિરુદ્ધ શાહીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
શાહીબાગ વિસ્તારમાં આવેલી રામદેવનગર સોસાયટીમાં રહેતા અને માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી ગતરોજ ફરજ પૂરી કરીને ઘરે આવ્યા હતા.
આ સમયે તેમની સોસાયટીના ગેઇટની બહાર ચિરાગ ડાભી નામનો શખ્સ તેના મિત્ર સાથે સોસાયટીના મેઈન ગેઇટની વચ્ચે ઉભો હતો. જેથી પોલીસકર્મી વાહન હટાવવાનું કહેતા બંનેએ વાહન હટાવ્યું નહીં અને માથાકૂટ કરી હતી.આ સમયે ચિરાગ ડાભીએ પોતાની પાસે રહેલી છરી કાઢીને પોલીસકર્મીના પેટમાં મારવા ગયો હતો પરંતુ પ્રકાશભાઇના પેટની જગ્યાએ હાથમાં છરીનો ઘા વાગી ગયો હતો.
ત્યારબાદ બૂમાબૂમ થતા આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને ચિરાગ અને તેનો મિત્ર ભાગી ગયા હતા. આ મામલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીએ ચિરાગ ડાભી અને તેના મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આદરી છે અને ફરાર આરોપીઓ ને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.