ગોધરાના મુન્ના ફળિયામાં આવેલ સરકારી ગોડાઉનમાંથી બે ઈસમોએ 1.18 લાખના સામાનની ચોરી કરી
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા શહેરના મુન્ના ફળિયામાં આવેલ હુદા મસ્જિદ પાસે આવેલા સરકારી ગોડાઉનનાં દિવાલમાં બોકારૂ પાડી ગોડાઉનની અંદર બે ઈસમો પ્રવેશ કરી લોખંડના ત્રિકમ તથા લોખંડના પાવડા મળી કુલ ૧.૧૮ ,હજાર રૂ!ના મુદ્દામાલની ચોરી કરી લઈ જતા નાયબ કાર્યપાલક ઇજનેર કલ્પેશકુમાર કનુભાઈ પટેલે ગોધરા બી-ડિવિઝન પોલીસ મથકે બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી અને સરકારી વસ્તુઓની ચોરી કરનાર બંને ઇસસોને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલ છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરાના નાયબ કાર્યપાલક ઇજનેર કલ્પેશકુમાર કનુભાઈ પટેલે પોતાની પોલીસ ફરિયાદમાં જણાવેલ કે ગત ૨૧-૧૦-૨૩ ના રોજ સાંજના સુમારે મદદનીશ એન્જિનિયર સુમિત રામપ્યારે યાદવે જણાવ્યું હતું કે તેમના તાબા હેઠળના ગોધરા શહેરમાં આવેલા મુન્ના ફળિયામાં આવેલ હુદા મસ્જિદ પાસે સરકારી ગોડાઉનમાંથી ત્રિકમ અને પાવડાઓની ચોરી થયેલ છે.
જે મુદ્દામાલ પોલીસ દ્વારા કરજે લેવામાં આવેલ જેથી ગત ૧૧-૧૦-૨૦૨૩ સુધીમાં ત્રણે ગોડાઉનમાં તમામ શટરો તથા બારીઓને આર.સી.સી વોલથી બંધ કરી હતી. જ્યારે બીજા દિવસે એટલે કે ગત ૨૨-૧૦-૨૩ ના રોજ તપાસ કરતા ત્રણેય ગોડાઉન છે. જે પૈકી નજીકના બે ગોડાઉનમાં આવેલ હૂદા મસ્જિદને અડીને આવેલ સરકારી ગોડાઉનની દીવાલમાં બોકારું પાડી દીધેલ હતું. જેમાં ત્રિકમ પાવડા વેર-વિખેર હાલતમાં પડેલા હતા. જેમાં ૩૫૦ જેટલા લોખંડના ત્રિકમ જેની કિંમત ૩૭,હજાર તથા ૮૧૦ જેટલા લોખંડના પાવડા જેની કિંમત ૮૧,હજાર કુલ મળીને ૧,૧૮, હજાર રૂ! ના મુદ્દામાલ ચોરી કરી હતી.
અબરાર મસ્જિદ પાસે ગોધરા અને ઇમરાન શોકત રસુલભાઇ ઉર્ફે મછલીયા ઇદગાહ મહોલ્લા ગોન્ટ્રા ગોધરાના એ પોતાના સાગરીતો દ્વારા મુન્ના ફળિયામાં આવેલ હુદા મસ્જિદ પાસે સરકારી ગોડાઉનમાં ત્રિકમ તથા પાવડાઓની ચોરી કરી છે. જે ગોધરાની હયાતની વાડી આદમ મસ્જિદની સામે નદીના તટ ઉપર આવેલા મહમદ સઇદ મહમદ હનીફ દાવલાનાં મકાનની બાજુમાં આવેલ નિશાર અબ્દુલગની બદામનાઓના કમ્પાઉન્ડમાં દિવાલવાળા પ્લોટમાં મૂકી રાખેલ છે.
જે માર્ગ અને મકાન વિભાગના સરકારી ગોડાઉનની દિવાલને બોકરું પાડી ગોડાઉનની અંદર ગત ૧૧-૧૦-૨૦૨૩ થી ૨૧-૧૦-૨૦૨૩ દરમિયાન નિશાર અબ્દુલ ગની બદામ અને ઇમરાન સોકત રસુલભાઇ ઉર્ફે મછલીયા ચોરી કરી લઈ ગયા હતા. જેથી માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર કલ્પેશકુમાર કનુભાઈ પટેલે ગોધરા બી-ડિવિઝન પોલીસ મથકે બંને ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી બંને ઇસમોને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.